નંદ ઘેર આનંદ ભયો…. દ્વારકા ખાતે કૃષ્ણ જન્મની તડામાર તૈયારીઓ

દર વર્ષે હજારો ભક્તો દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ માટે આવતા હોય છે ત્યારે આ ઉત્સવને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. સમગ્ર દ્વારકામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. યાત્રિકોનો પણ હાલ ધીમે – ધીમે વધી રહ્યાં છે. જન્માષ્ટમીના ઉત્સવને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

જન્માષ્ટમીના ઉત્સવને લઇને સમગ્ર દ્વારકામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દેવભૂમિદ્વારકામાં જન્માષ્ટમીના પર્વને લઇને દ્વારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.યાત્રાધામ દ્વારકામાં અનેક ઉત્સવની ઉજવણી થતી હોય છે, પરંતુ દ્વારિકાનો મુખ્ય ઉત્સવ એટલે જન્માષ્ટમીનો પર્વ. ક્રુષ્ણજન્મોત્સવની ઉજવણી થવાની હોઈ ત્યારે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ નાથના દર્શનનો લ્હાવો લેવા આવતા હોય છે.

જનષ્ટમીના દિવસે રાત્રે ૧૨ કલાકે જગત મંદિરના દ્વાર ખૂલ્યા બાદ આરતી, મટકી ફોડ, ભજન સત્સંગ સહિત “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે દ્વારકાધીશ મંદિરનું પરિસર ગુંજી ઉઠશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી