સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કેદની સજા, મહિનાની અંદર સજા અપાવી

ગુજરાતના આજદિન સુધીના કોઈ ગૃહમંત્રી ન કરી શક્યું તે હર્ષ સંઘવીએ કરી બતાવ્યું..

સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે સમયે આરોપી તેને ફોસલાવીને લઈ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.

નોંધનીય છે કે આ કેસમાં 13 ઓક્ટોબરના રોજ 39 વર્ષીય આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ માત્ર નવ  દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને પાંચ દિવસમા કેસની ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આજીવનકેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. 21 દિવસમાં જ આ કોર્ટનો ચુકાદો આવી ગયો હતો.

ગુજરાતની ન્યાયિક પ્રક્રિયામાં દુષ્કર્મના આરોપીને સૌથી ટૂંકા ગાળામાં સજા આપવાનું સુરતની કોર્ટે કરી બતાવ્યું છે. સચિન જીઆઈડીસીમાં ગત 12 ઓક્ટોબરે 4 વર્ષની બાળા પીંખનાર આરોપીને ઘટનાના 29 દિવસમાં જ છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા ફટકારવામાં આવી છે. રાજકીય ઈચ્છાશક્તિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના અગાઉના ગૃહ મંત્રીઓની તુલનામાં સૌથી નાની વયના હર્ષ સંઘવીએ છેક સુધી આ કેસના તમામ ઘટનાક્રમો પર ચાંપતી નજર રાખી તેથી જ શક્ય બન્યું.

હર્ષ સંઘવીએ કામગીરી બિરદાવી

સુરતની સેશન્સ અને પોક્સો કોર્ટ દ્વારા આરોપીને હનુમાન નિસાદને આકરી સજા કરવામાં આવી છે. આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા તમામ વિભાગોને એક સાથે રહીને ન્યાયિક ઉદાહરણ પુરૂં પાડવા સુરતના જ વતની એવા ગૃહ મંત્રી સંઘવીએ કરેલી હાંકલને ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોએ ઝીલી લીધી. તમામ વિભાગોએ ઉત્તમ સંકલન કરવાની સાથે સાથે મોડીરાત સુધી કોર્ટમાં કાર્યવાહી કરીને આરોપીને આકરી સજા ફટકારી છે. ન્યાયિક પ્રક્રિયામાં સંકળાયેલા પોલીસ, વકીલ, જજ સહિતના કર્મચારીઓને કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદાથી આરોપીઓમાં ડરનો માહોલ પેદા થશે. જેથી બાળકીઓ સલામત રીતે રહી શકશે

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી