અંકલેશ્વર : 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પિતાએ મોતને ઘાટ ઉતારી દીધો

શૌચાલયમાં લઈ જઈ નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો, પિતાએ કરી નાખી હત્યા

અંકલેશ્વરમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર બળાત્કારીની પિતાએ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આંગણામાં રમતી બાળકીને શૌચાલયમાં લઈ જઈ નરાધમે બદકામ કર્યું હતું. આ અંગે બાળકીના પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરુ કરી છે.

મળતી વિગત મુજબ અંકલેશ્વરમાં 5 વર્ષની બાળકી આંગણામાં રમી રહી હતી. આ દરમિયાન આરોપી લાલુ રજુ બિહારી નામનો યુવક બાળકી પર દાનત બગાડી હતી. અને માસૂમ બાળકીને ફુલાવીને નજીકમાં આવેલા શૌચાલયમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

તો બીજી તરફ પરિવારજનોને આ અંગેની જાણ થતા આરોપી વિરુદ્ધ ફિટકાર વર્ષાવી હતી. એટલું જ નહીં બાળકીના પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ અંગે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી બાળકીના પિતાની ધરપકડ કરી લીધી હતી. આ મમલે અંકલેશ્વર શહેર પોલીસ વધુ તપાસ શરુ કરી છે.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર