September 25, 2020
September 25, 2020

રાજકોટ : મદદના બહાને મિત્ર અને કૌટુંબિક સગાએ યુવતીની લૂંટી ઇજ્જત, ત્રણની ધરપકડ

નરાધમોએ બળજબરીથી યુવતી પર ગેંગરેપ આચર્યો

રાજકોટમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવકોએ મદદના બહાને યુવતીને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, યુવતીને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર પાસે મદદ માંગી હતી. મિત્રએ પૈસા આપવાનું કહી યુવતીને બેસાડી સુમસામ જગ્યાએ લઇ ગયો હતો. જ્યા તેને બળજબરી પૂર્વક ઇજ્જત લૂંટી હતી. એટલું જ નહીં મદદ માટે આવેલા યુવતીના એક કૌટુંબિક ભાઇએ પણ યુવતી પર દાનત બગાડી બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટાનાના 6 મહિના બાદ યુવતીએ પોતાની આપવીતી પરિવારજનો કહેતા યુવતીના પિતાએ આ મામલે યુનિવર્સિટી પોલીસમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, 22 ફેબ્રુઆરીના રાતે પૈસાની જરૂર હોવાથી મિત્ર નૈમિષ સોલંકીને વાત કરી હતી, જેથી તેણે ફોન કરી પૈસા માંગ્યા હતાં. યુવતીને મિત્ર પાસેથી રૂ. 400 હાથ ઉછીના લેવાના હતાં. તેણે પૈસા લેવા માટે પોતે જ્યાં રહે છે એ કવાર્ટરના ચોકમાં રોડ પર આવી જવા અને પોતે રિક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. યુવતી ત્યાં જતાં રિક્ષામાં નૈમિષ સાથે બીજો એક શખ્સ પરિમલ સોલંકી પણ હતો.

નૈમિષે કહેલુ કે, તું રિક્ષામાં બેસી જા, આગળ જઇને પૈસા આપુ છું, જેથી યુવતી બેસી ગઇ હતી. એ પછી રિક્ષા આસપાસના રોડ પર ફેરવી હતી અને ત્યારબાદ ઢોળા તરફ લઇ ગયા હતા, જ્યાં નૈમિષ રિક્ષાની પાછળની સીટ કાઢી યુવતીને ઢોળા પર લઇ ગયો હતો. ત્યાં બળજબરીથી સુવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પરિમલે યુવતીના કૌટુંબીક સગા હિતેષ રાઠોડને ફોન કરીને બોલાવતાં તે આવ્યો હતો. તે પણ રિક્ષાની પાછળની સીટ કાઢી મને ઢોળા પર લઇ ગયો હતો અને તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતી આજીજી કરતી હતી અને ના પાડતી હતી છતાં માન્યો નહોતો. મારની બીકે યુવતી કંઇ બોલી શકી નહોતી. ત્યારબાદ હિતેષે યુવતીને બીજીવાર બળજબરીથી ઢોળા પર લઇ ગયો હતો અને બળજબરી કરી હતી. ફરીથી હિતેષ રિક્ષા રાખી હતી ત્યાં લાવ્યો હતો પરંતુ નૈમિષ રિક્ષા લઇને જતો રહ્યો હતો. પરિમલ ત્યાં હાજર હતો જે પછી હિતેષ અને પરિમલ યુવતીને બાઈક પર બેસાડી ઘર પાસે ઉતારી ગયા હતાં.

સમગ્ર ઘટના અંગે કોઇને વાત નહિ કરવાની પણ યુવતીને ધમકી આપવામાં આવી હતી. જોકે હવે બે દિવસ પહેલા યુવતીએ તેના બીજા મિત્ર શૈલેષ સોઢા અને પોતાના ભાઈને સમગ્ર બનાવની વાત કરી હતી, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. હાલ યુવતીની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરીપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર