નારાયણ સાંઈ પર મોબાઇલ રાખવાનો આરોપ, ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

સુરતની લાજપોર જેલમાંથી મળી આવ્યા હતા મોબાઇલ ફોન

સુરતની લાજપોર જેલમાં ચેકિંગ દરમિયાન નારાયણ સાઇની બરેક પાસેથી મોબાઇલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઇ સહિત પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદ રદ કરવા નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

વિગત મુજબ, વર્ષ 2020 ઓક્ટોબર મહિનામાં સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈ સામે પ્રીઝન એક્ટ અને IPC કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ બાબતે નારાયણ સાંઈના એડવોકેટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી છે. નારાયણ સાંઈના એડવોકેટે જણાવ્યું કે, જ્યાંથી મોબાઈલ મળ્યો છે, તે નારાયણ સાંઇની બેરેક અને તેની પાસેના કોમન ટોયલેટમાંથી મળ્યો છે. જેમાં કોઈ EMI નંબર નથી. ઉપરાંત ફરિયાદમાં જે પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે, તે પણ પર્યાપ્ત નથી. જેને લઈ નારાયણ સાંઈની સામેની જેલમાં મોબાઈલ ઉપયોગ કરવાના આરોપની ફરિયાદ રદ કરવામાં આવે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

નારાયણ સાંઈ રેપના કેસમાં સુરતની સેન્ટ્રલ જેલમાં આઠ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામ સામે રેપના ગુજરાત અને રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે અલગ-અલગ કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી