નારાયણની મરજી,ધોતી કુર્તા પહેરવા કરી અરજી

સુરતના બહુચર્ચિત સાધિકા દુષ્કર્મ કેસમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈને જેલનાં કોટનનાં કપડાને બદલે જેલમાં ધોતી કુર્તા પહેરવા અને વર્ગ 1નાં કેદીનો દરજ્જો મેળવવા અરજી કરીને દાદ માંગી છે. જેની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આગામી 27મી જુલાઈ સુધી મોકુફ રાખ્યો છે.

મહત્વનુ છે કે સાધિકા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈએ બંદીવાનના કાયદાની કલમ 17(1)27 મુજબ તથા બંધારણના આર્ટીકલ 10(2) મુજબ વર્ગન-1ના કેદીઓનો દરજ્જો મેળવવા માંગ કરી છે. હાલમાં પાકા કામના કેદી તરીકે નારાયણ સાંઈને કોટનના કપડા પહેરવા માટે આપે છે.

તેણે અરજીમાં કહ્યું છે કે સુરતમાં ગરમીનો પારો 40 ડીગ્રી થઇ જતા જેલના કોટનના કપડાથી ચામડીની એલર્જી થઇ જાય છે. જેથી શરીરમાં ખંજવાળ તથા ફોલ્લી નીકળી આવે છે. જેને ધ્યાનમાં રાખીને સાંઈએ જેલના કોટનના કપડાને બદલે સાધુ સંતનો પોષાક તરીકે ધોતી કુર્તા પહેરવાની છુટ આપવા પરવાનગી માંગી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી