નશાના કાળા કારોબારને અટકાવવા નાર્કોટીક્સ સેલે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

ડ્રગ્સની લગતી કોઇપણ માહિતી આપો આ નંબર પર – 1908

ગુજરાતમાં તાજેતરમાં કચ્છના મુદ્રા પોર્ટ પરથી ટેલ્કમ પાવડરની આડમાં કરોડા રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં નાર્કોટીક્સ ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ સહિતની પ્રવૃતિ અટકાવવા માટે નાર્કોટીક્સસેલ દ્વારા એક ટોલ ફી નંબર 1908 શરૂ કરવામાં આવ્યો છે આ નંબર અંતર્ગત નાર્કોટીક્સ લગતી કોઈ પણ માહિતી જાહેર જનતા જણાવી શકે છે.

નાર્કોટીક્સના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવશે.

નોંધનીય છે કે, નાગરીકોમાં જનજાગૃતિ ફેલાવવા તેમજ કાયદો- વ્યવસ્થા જાળવવા માટે નશાકારક પદાર્થોનો વેચાણ અટકાવવાના હેતુથી ટોલ ફ્રી નંબર 1908 શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોઈ પણ ડ્રગ્સના વેચાણ તથા ઉત્પાદની સચોટ માહિતી આપશે તે વ્યક્તિને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી