ડ્રગ્સ કેસમાં NCBએ અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યાં, ડ્રાઇવરની અટકાયત

 અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા

નાર્કોટિક્સ કંન્ટ્રૉલ બ્યૂરો -એનસીબીએ ફરી એકવાર ડ્રગ્સ મામલે સપોટો બોલવવાનુ શરૂ કર્યુ છે, બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. અભિનેતાના અલગ અલગ ઠેકાણાં પર એનસીબીએ રેડ કરી છે. એનસીબી સુત્રો અનુસાર અર્જૂન રામપાલના ડ્રાઇવરને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. ખરેખરમાં, બૉલીવુડ ડ્રગ્સ રેકેટના કેસોમાં એનસીબી પહેલાથી જ તપાસ કરી રહી છે. અર્જૂન રામપાલનુ નામ પણ આ કેસમાં ઉછળી ચૂક્યુ છે.

આ પહેલા NCBએ ડ્રગ્સ ખરીદવા અને લે-વેચ કરવાના ગુનામાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડિમોટ્રિએડ્સના ભાઈ અગિસિયાલોસને ફરી એકવાર ઝડપી પાડ્યો છે. અહેવાલ છે કે અગિસિયાલોસને કેસમાં જામીન મળી ગઈ હતી. ત્યારબાદ NCBએ તેની ફરીથી ધરપકડ કરી લીધી. આ ઉપરાંત NCBએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદની એક અન્ય મામલામાં પણ ધરપકડ કરી છે.

ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાળાની પત્નીની ધરપકડ

એક દિવસ પહેલા બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલામાં ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાળાની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ ફિરોઝ નાડિયાદવાળાને એનસીબીએ સમન્સ મોકલ્યુ છે. આ પહેલા દરોડામાં એનસીબીની ટીમે ફિરોઝના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ.

જાણકારી અનુસાર, ફિરોઝના ઘરે એનસીબીના સર્ચ ઓપરેશનમાં 10 ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. એનસીબીની ટીમે એનસીબીના ઝોનલ ડાયેરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વામાં મુંબઇમાં પાંચ જગ્યાએ રેડ કરી હતી.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર