ખેડૂતોની આવક બેગણી કરવા માટે એક્શનમાં મોદી સરકાર

લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મળતા જ સરકાર ખેડૂતોના મુદ્દે નવો પ્લાન બનાવવા માટે લાગેલી છે. મોદી સરકાર ૫ જુલાઈના રોજ ખેડૂતોના મુદ્દે સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. જેના પર પ્રથમ મુદતમાં અપેક્ષિત સફળતા હાંસલ થઇ શકી નથી. આમ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે 6 હજાર રૂપિયા વાર્ષિક મદદની શરૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીઓ પછી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 6000 ની સહાયની યોજના વધુ ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે ખેડૂતો કોઈ કારણસર તેનો લાભ લેવા માટે અસમર્થ હતા. તેઓને પણ ટૂંક સમયમાં વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે.

વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થશે. સરકાર આ બજેટમાં તેની માર્ગદર્શિકા જણાવી શકે છે. સંપૂર્ણ બજેટમાં આ ક્ષેત્ર માટે ફાળવણી વચગાળાના બજેટના આંકડા કરતા 30 ટકા વધુ કરી શકાય છે. વચગાળાના બજેટમાં ફાળવણી 144 ટકા વધારીને રૂ. 1,40,764 લાખ કરોડ કરવામાં આવી હતી. ખાતર સબસિડી માટે ફાળવણી પણ વધી શકે છે. બજેટમાં ફક્ત આ જ નહીં, મોદી સરકાર એકથી પાંચ વર્ષ સુધી શૂન્ય ટકા વ્યાજ પર કૃષિ લોન આપી શકે છે. સમાચાર મુજબ, તેની મૂળ સમયે ચુકવણીની સ્થિતિ પર આધાર રાખશે.

ઉલ્લેખનિય છે કે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અને તેઓ સમૃદ્ધ થાય તે માટે વચન આપ્યું છે. જેથી સરકાર મજબૂત વેરહાઉસ અને લોજિસ્ટિક્સ નેટવર્ક પૂરી પાડી રહી છે. તેથી ખેડૂતો જે પાક ઉત્પન કરે છે તેને સંગ્રહિત કરવામાં કોઇ મુશ્કેલી આવે નહી તેમજ ખેડૂતોને લાભ થાય તે માટે મોદી સરકાર નવો પ્લાન ઘડશે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી