ઇમરાન ખાને વ્યક્ત કરી આ ઈચ્છા, PM મોદીએ પત્ર લખીને કહ્યું…

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લોકસભા ચૂંટણી જીતવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશો પાઠવ્યો હતો. ત્યારબાદ આઠ જૂનના રોજ એક પત્ર લખીને બંને દેશો વચ્ચે વાતચીત માટે આગ્રહ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશ મંત્રી એફએમ કુરૈશીના શુભેચ્છા સંદેશનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઈમરાન ખાનને લખેલી ચિઠ્ઠીમાં આતંકના માહોલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, બંને દેશો વચ્ચે અનુકૂળ વાતાવરણ થશે ત્યારે પુન:વિચાર કરીશું, જે આતંકનો સાથ છોડ્યા પછી જ શક્ય છે.

ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે. મોદીના સત્તામાં પાછા ફર્યા બાદ આવું બીજીવાર બન્યું છે કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાને બંને દેશોના લોકોના સારા ભવિષ્ય માટે ભારતની સાથે મળીને કામ કરવાની આકાંક્ષા વ્યક્ત કરી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી