નર્મદા :કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કેવડીયાની મુલાકાતે

પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલનનાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવ વંદનના કરી હતી.

ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ વ્યુંઇંગ ગેલેરી-પ્રતિમાના હદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન અને “મા નર્મદા”ના દર્શન થકી પવિત્ર ઔલોકિક ઉંચાઇએ પહોચ્યાંની અનુભૂતિ કરી હતી તેમજ સ્ટેચ્યુ મ્યુઝિયમમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી અને નર્મદા ડેમના નિર્માણમાં આજદિન સુધીની જુદા જુદા તબકકામાં થયેલી કામગીરીની દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળ્યા બાદ વોલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી