નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતાં નદીઓ બે કાંઠે

નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરવાતાં તેમાંથી 1.79 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટી તેના રૂલ લેવલ 131 મીટરથી વધીને અત્યાર સુધીની સૌથી વધુ 132.61 મીટરે પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માં વરસાદ અને માધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇનો દ્વારા પાણી છોડતા નર્મદા બંધમાં 1,79,892 ક્યુસેક પાણી ની અવાક થઇ રહી છે. જેને પગલે નર્મદા બંધની જળ સપાટી 132.61 મીટર થઇ છે. નર્મદા બંધન 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને જેનાથી 1,21,400 ક્યુસેક પાણી ગેટમાંથી છોડવામાં અવી રહ્યું છે. નર્મદા બંધ ના ટર્બાઇન સહીત નર્મદા નદીમાં હાલ 1,79,664 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

 11 ,  1