ગુજરાતમાં વીજળી પડતા છ લોકોનાં મોત, જીવ બચાવવા પોલીસે જોખમ ખેડ્યું

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયતમાં પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.

બીજી બાજુ વાવાઝોડા પહેલા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વીજળી અને ઝાડ પડતાં છ લોકોનાં મોત થયા છે.

જાણો કયા વિસ્તારમાં વીજળી પડી અને કેટલા લોકોના મોત નીપજ્યા…

  • નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ત્રણ ગામમાં વીજળી પડતાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
  • ડાંગના સુબિર તાલુકામાં વીજળી પડતા એકનું મોત થયું છે.
  • ગંગાપુર, પાંચઉમર અને નવાગામમાં વીજળી પડી હતી. ઘાયલોને ડેડીયાપાડા આરોગ્યકેન્દ્ર અને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
  • શીંગાણા પંચાયતના જામનયામાલમાં વીજળી પડતા 50 વર્ષીય ઈસમનું મોત થયું છે.
  • વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા વૃદ્ધાનું મોત થયું છે.
  • મહુવાના કરચેલીયા-વળવાડા રોડ પર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દરમિયાન બાઈક પર જઈ રહેલા ખેડૂત પર વૃક્ષ પડતા તેનું મોત થયું હતું.
  • વલસાડ જિલ્લાના મોટી તંબાડી ગામે દંપતી ઘરની પાછળ લાકડા ભરી રહ્યા હતા તે વખતે વીજળી પડતા પત્ની પ્રેમિલા વારલીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી