September 27, 2020
September 27, 2020

મોડાસામાં સરકારી નોકરીની લાલચ આપી નરોડાના યુવકે લોખોની કરી ઠગાઇ

નરોડાના યુવકે ડેપ્યુટી ડીડીઓ તરીકે ઓળખ આપી 10 લાખ પડાવી લીધા

મોડાસામાં સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 10 લાખથી વધુની ઠગાઈ કરનાર એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોતે ડીડીઓ હોવાની ઓળખ આપી સચિવાલયમાં નોકરી આપવાનું કહી બે યુવતીઓ સાથે છેડરપીંડી કરી છે. હાલ મોડાસા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, મોડાસા શહેરના કુંભારવાડામાં રહેતી ફાલ્ગુનીબેન હીરાભાઈ પ્રજાપતિ અને સોહાના નામની બંને યુવતીઓને અમદાવાદ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલે સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરાઈ છે. ફાલ્ગુનીબેનને ધુ્રપાબેન સાથે મિત્રતા થઇ હતી અને તેઓએ કહયુ હતું કે સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના ઓળખીતા જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલ  સચિવાલયમા ડેપ્યુટી ડી.ડી.ઓ.તરીકે નોકરી કરે છે અને તેઓ મારા પણ પરીચયમાં છે. જેથી તેઓએ કહેલ કે ગાંધીનગર સચિવાલયમાં કલાર્કની ભરતી થવાની છે

મોડાસાની આ બંને યુવતીઓ નોકરી માટે લલચાઈ હતી.અને સચિવાલયમાં કલાર્કની નોકરી માટે ફાલ્ગુનીબેને રૂ. 6,55,500 અને સોહાના એ રૂ.4,05,500 મળી કુલ રૂપિયા 10,61000 રૂપિયા તબક્કાવાર જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલને આપ્યા હતા.પરંતુ દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છતાં નોકરીના કોઈ ઓર્ડર ન મળતાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડયું હતું.

ઠગાઈ બાદ બંન્ને યુવતીએ ફરિયાદ કરતા મોડાસા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આશંકા છે કે આરોપીએ વધુ ઠગાઈ આચરી હોવાની આશંકાને લઇ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર