અમદાવાદ : નારોલ – પીરાણા હાઈવે નજીક હથિયાર સાથે આરોપીની ધરપકડ

SOG ક્રાઈમે દેવફાર્મના ગેટ આગળથી તમંચા સાથે ઈસમને દબોચી લીધો

અમદાવાદ શહેર નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી બનાવટી તમંચા સાથે એક ઇસમની SOG ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીને આધારે SOG એ વોચ ગોઠવી નારોલ પીરાણા હાઈવે નજીક દેવફાર્મના ગેટ આગળ હથિયાર સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપી કયા હેતુથી હથિયાર લઈને ફરતો હતો તે દિશામાં SOGએ પૂછપરછ હાથ ધરી છે.

SOG ક્રાઈમ બ્રાંચના PI એ.ડી. પરમારના નેતત્વમાં PSI પી.કે. ભુતના માર્ગદર્શન હેઠળ ASI જગદીશ કુમાર ભાઈલાલ ભાઈ, પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ સિંહ રાણા, કેતન વિનુભાઈ પરમાર, નિકુંજ કુમાર જયકિશન અને ગિરીશ ભાઈ જેશીગભાઈ સહિતની ટીમે બાતમીને આધારે નારોલ પીરાણા હાઈવે નજીક દેવફાર્મના ગેટ આગળ આરોપી સહેજાદ હનીફ અન્સારી દેશી બનાવટ તમંચા સાથે લીધો પડ્યો હતો.

પૂછપરછમાં આરોપી દાણીલીમડા વિસ્તારમાં શાહ આલમ ખાતે કોઝી હોટલ પાછળ ફતેનગર – રહીમ નગર પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ આ મામલે SOG ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સહિત આરોપી પાસેથી 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 691 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી