September 24, 2020
September 24, 2020

ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી નવી આકાશગંગા, NASAએ કરી પ્રસંશા

પૃથ્વીથી લગભગ 9.30 બિલિયન પ્રકાશ વર્ષ દૂર છે નવી આકાશગંગા

ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની આકાશગંગા AUDFs01 શોધી કાઢી છે. જેને ભારતના પહેલા મલ્ટી વેવલેન્થ સેટેલાઈટ-એસ્ટ્રોસેટની મદદથી શોધવામાં આવી. આ સિદ્ધિ બદલ નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોના ભરપેટ વખાણ કર્યા છે.

આ શોધ પુણે સ્થિત અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ ભૌતિકના અંતર વિશ્વ વિધ્યાલયના કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. એસ્ટ્રોસેટે બીજી આકાશગંગામાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પકડયા છે. જે પૃથ્વીથી લગભગ 9.30 બિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. નવી આકાશગંગા હવે દુનિયાની સામે છે. જેનું નામ AUDFs01 અપાયું છે.

નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. નાસાના પબ્લિક અફેર્સ ઓફિસર ફેલિસિયા ચૌએ કહ્યું, “નાસા આ નવી શોધના સંશોધકોને અભિનંદન આપે છે.” તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો બધાની શોધ કરે છે. આપણા માટે એ જાણવું જરૂરી છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્રસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આ ગૌરવની વાત છે કે ભારતની પ્રથમ મલ્ટિ-વેવલેન્થ લંબાઈ અવકાશ નિરીક્ષક “એસ્ટ્રોસેટ” એ પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ-વર્ષ સ્થિત આકાશગંગામાંથી અલ્ટ્રા વાયોલેટ કિરણોને શોધી કાઢ્યા છે.

પુણે સ્થિત ICUCAAના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એસ્ટ્રોસેટના માધ્યમથી આ શોધ કરી છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોના આ આંતરરાષ્ટ્રીય સમૂહનું નેતૃત્વ ડોક્ટર કનક સાહા કરી રહ્યાં છે. જેઓ IUCAAમાં એસોસિએટ પ્રોફેસર છે. આ શોધ અંગે 24 ઓગસ્ટના રોજ નેચર એસ્ટ્રોનોમીમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ શોધ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના દળે કરી છે. જેમાં ભારત, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકો સામેલ છે. 

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર