એલિયને પૂછ્યુ- તમારે ત્યાં રાહુલ છે..? એને કહેજો કે..

ધર્મગુરૂ અને પરગ્રહવાસી વચ્ચેનો સંવાદ..

નાસાએ એલિયન્સ સાથે વાત કરવા ધર્મગુરૂ રાખ્યા..

ઓત્તારી..પંજો એલિયન્સ કન્ટ્રીમાં પણ પહોંચ્યો..

અને એલિયન્સબાબા બરાબરના બગડ્યા..

આંગડુબાંગડુ ગ્રહમાંથી ઓલપોલી વાઇરસ…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ઇશુનું વર્ષ 2021 વિદાયમાં છે નવુ વર્ષ 2022, વિદાયમાન થઇ રહેલા વર્ષ 2021ના હાથમાંથી માનવતાની મશાલ લેવા તત્પર છે. વિદાયમાન વર્ષમાં અનેક ઉથલપાથલો મચી. અનેક ઘટનાઓ બની. પણ વિદાયમાન વર્ષના છેલ્લે છેલ્લે અમેરિકાના નાસા સંસ્થાએ હલવેકથી મમરો મૂક્યો- અમે પરગ્રવાસી-એલિયન્સ-ની જાણકારી માટે ધર્મગુરૂઓની મદદ લીધી છે. 24 ધર્મગુરૂઓને નાસાએ લીધા છે. અને કારણ એવુ આપ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ..હરિ..માં ક્યાંગ એલિયન્સબાબા મળી આવે, ધારો કે મળી આવે તો તેની સાથે વાતચીત કઇ રીતે કરવી, તેનો સામનો કઇ રીતે કરવો,માનવતા માટે તેમને શું કહેવુ,એલિયન્સ ધર્મ પાળતા હોય તો તેની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે 24 ધર્મગુરૂઓની મદદ લેશે. દેખીતી રીતે 24 ધર્મગુરૂમાં સનાતન ધર્મ હિન્દુ ધર્મના પણ કોઇ ધર્મગુરૂ તો હશે જ. નાસાએ હજુ એ 24ના નામો જાહેર કર્યા નથી અથવા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હશે.

નાસાએ હમણાં જ બ્રહ્માંડના રહસ્યો ખોલી શકે એવો વિશાળ ટેલિસ્કોપ જેમ્સ બેબ અંતરીક્ષમાં લઇ જઇને તરતુ મૂક્યુ છે. તેની ક્ષમતા અને શક્તિ એવી છે કે તે અખિલ બ્રહ્માંડની અંદર જઇને ત્યાં શું ચાલી રહ્યું છે અને કોઇ ગ્રહ પર જીવ સૃષ્ટિ છે કે નહીં અને રખે ને એલિયન્સ મળી આવે તો….તેની શોધખોળ આરંભી છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ સફળતા એવો નિર્દેશ કરે છે કે નાસા એલિયન્સની નજીકમાં છે, કાં તો જાણી ગયું છે કે ક્યાં છે, અથવા તેની સાથે સંપર્કમાં હશે.કેમ કે નાસા કાંઇ બધી વિગતો જાહેર કરતુ નથી. ધીમે ધીમે રહસ્યો ખોલવાની નાસાની જુની કૂટેવ છે. બની શકે કે નાસા એલિયન્સના સંપર્કમાં હોઇ શકે અને તેમની સાથેની વાતચીતમાં ખબર નહીં પડતાં દુનિયાના વિદ્વાન ધર્મગુરૂઓની મદદ લેવા માંગતુ હોય.

સનાતન હિન્દુ ધર્મના ધર્મગૂરૂનો એલિયન્સ સાથેનો સાક્ષાત્કાર…
ધર્મગરૂ-જયશ્રીરામ….! પૃથ્વીવાસીઓ પર નજર રાખનાર એલિયન્સબાબા સમજી ગયો, જયશ્રીરામ નહીં બોલુ તો આવી બનશે…એટલે વળતો જવાબ-જયશ્રી રામ. ધર્મગરૂ-કેમ છો..તબિયતપાણી બધુ સારૂ છે ને..? એલિયન્સબાબા-આ નાસાવાળાને મળ્યો ત્યાં સુધી તો બધુ હારૂ હારૂ હતું હવેની ખબર નથી….! નાસાવાળાઓએ કહ્યું કે હું તમને મળુ અને વાતચીત કરૂ. તો કહો તમારે ત્યાં કેમનું છે હિન્દુસ્તાનમાં…?

ધર્મગુરૂ-અમારે ત્યાં હિન્દુસ્તાનમાં ભયો ભયો…યોગી હૈ..ઉપયોગી હૈ…ચૂંટણીઓની મોસમ ચાલે છે.. બોરેમાસ…ક્યાંકને ક્યાંક મતદાન થતું હોય છે..તમારે ત્યાં ચૂંટણી-વુટણી થાય છે નહીં..? એલિયન્સબાબા-અમે ચૂંટણીઓ..અને ચૂંટણીમાં વાદવિવાદ..જાત-પાંત..માં માનતા નથી. તમામ એલિયન્સ એક સમાન…કોઇ ઉંચ નહીં..કોઇ બડે નહીં.. કોઇ છોટે નહીં..બધા એક સમાન…અને હાં ચૂંટણીથી યાદ આવ્યું તમારે ત્યાં કોઇ રાહુલ નામનો નેતા છે…?!!

ધર્મગુરૂ (મનમાં)-ઓત્તારી…કોંગ્રેસનો પંજો પરગ્રહ અને પરગ્રહવાસીઓ સુધી પહોંચી ગયો..એલિયન્સને કહ્યું- હાં છે ને…પણ એમની પાર્ટીમાં એમનુ જ કોઇ સાંભળતા નથી..! એલિયન્સબાબા- તમારૂ પણ ક્યાં કોઇ સાંભળે જ છે…? ધર્મગરૂ- કેમ..શું થયું…? એલિયન્સબાબા-તમારા હિન્દુસ્તાનમાં કોઇ સાધુએ ગાંધીજીને ગાળો આપી….તેમને ભાંડ્યા….આવુ બોલાય અને તે પણ તમારા જેવા ભગવા વસ્ત્રો પહેરીને…અને સામે કોઇ વિરોધ જ ના કરે…? અમે ભલે તમારે ત્યાં આંટો મારવા નથી આવતા પણ ગાંધીજી વિષેનો આખો ઇતિહાસ અમારી પાસે આંગળીના વેઢે છે જ. ભલે ગુજરાતમાં એવા કોઇ સાધુનો વિરોધ ના કરે. પણ રાહુલને કહેજો કે પહેલા હિન્દુ અને હિન્દુત્વનો પૂરો અભ્યાસ કરે…!

ગાંધીજીને ગાળો આપનાર સાધુની વાતથી ધર્મગરૂ આમ તો ગંભીર થયા પણ રાહુલનું નામ આવતા જોરમાં આવ્યાં અને કહ્યું-એલિયન્સબાબા, તમારી વાત સાચી છે. રાહુલને કાંઇ આવડતુ નથી…મનમાં આવે એવુ બોલ..બોલ…બોલ્યા કરે છે. હું રાહુલને તમારો સંદેશો પહોંચાડીશ કે પહેલા દિન્દુ ધર્મ વિષે બરાબર અભ્યાસ કરી લે…પછી તેના વિષે બોલે…જેની માતા ખ્રિસ્તી હોય તેને હિન્દુ ધર્મનું શું જ્ઞાન હશે..!

એલિયન્સબાબા- તેની માતા લગ્ન પહેલા અન્ય ધર્મની હતી. લગ્ન પછી હિન્દુ છે. અને તમારે પણ હિન્દુ ધર્મમાં ચાલતા વર્ણભેદનો ઉકેલ લાવવો જોઇએ…તમારા ભારતવર્ષના ઉત્તરાખંડ પ્રાંતમાં એક શાળામાં મધ્યાહ્ન ભોજન બનાવનાર દલિત “ભોજનમાતા”ના હાથનું રાંધેલુ ભોજન ગામના સવર્ણ જાતિના બાળકો ખાવાનો ઇન્કાર કર્યો.. આ કેવુ…? નાના બાળકોમાં કુમળી વયે જ ઉચ-નીચનો ભેદભાવ હશે અને છે તો ભારત કઇ રીતે આગળ વધશે..? અમારા આંગડુપબાંગડુ નામના ગ્રહ પર તો એવો કોઇ પૂર્વગ્રહ છે જ નહીં..ના નથી..સબ એક હી ઇશ્વર કી સંતાન….!
ધર્મગરૂ- પણ એલિયન્સબાબા..દલિત છાત્રોએ પણ એવુ કર્યુ..તેમણે સવર્ણ ભોજનમાતાના હાથનું બનેલુ ભોજન ખાવાનો ઇન્કાર કર્યો…એ પણ ખોટુ જ કહેવાય ને..?

એલિયન્સબાબા- દલિતછાત્રોનો એ વિરોધ બતાવે છે કે તેઓ હવે જેવાની સાથે તેવા…નો જવાબ શીખી રહ્યાં હશે. પણ છોડો…આપણે આ વર્ણભેદ..ઉંચનીચ..ચૂંટણી-વૂંટણી..રાહુલ-વાહુલ..માં ક્યાં પડ્યાં..અમે એલિયન્સ તો અમારા આંગડુબાંગડુ ગ્રહ પરથી તમારી દુનિયા પર નજર રાખી રહ્યાં છીએ…તમે અત્યારે વાઇરસનો સામનો કરી રહ્યાં છો પણ એ વાઇરસ ફેલાવનાર નાક કટા બુચિયા ચીનાઓની સામે તમો આખી દુનિયાના દેશોએ શું કર્યું..? અમે એક વાઇરસ મોકલીશુ ને તો…?

ધર્મગરૂ બે હાથ જોડીને-ના..ના… રહેવા દો એલિયન્સભાઇ….અમે પૃથ્વીવાસી એક ચ્યાંઉમ્યાંઉ રોના-ધોના-કોરોના વાઇરસ અને એ વાઇરસમાંથી નવા નવા બની રહેલા પેટા વાઇરસ ઓમિક્રોનથી ફરી લોકડાઉન ભણી ઢસડાઇ રહ્યાં છીએ….એમાં વળી તમારા આંગડુબાંગડુ ગ્રહમાંથી ઓલીપોલી નામનો કોઇ વાઇરસ આવશે તો…શિવ..શિવ..? હરિઓમ..હરિઓમ…જય રામજી કી …મૈં તો ચલા..એલિયન્સબાબાએ કહ્યું-જય શ્રીરામ…રામરામ..

 142 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી