NASAએ મૂન મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનન સહિત 10 અવકાશયાત્રીની કરી પસંદગી

ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય…

અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા તેના મૂન મિશન માટે 10 તાલીમી અવકાશયાત્રીની પસંદગી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, જેમાં ભારતીય મૂળના અનિલ મેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનિલ યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ છે અને સ્પેસએક્સમાં ફ્લાઈટ સર્જન પણ હતા. આ વર્ગ માટે પસંદ કરાયેલા 10 લોકોમાંથી 6 પુરુષો અને 4 મહિલાઓ છે. NASA 50 વર્ષ પછી ચંદ્ર પર મનુષ્યને મોકલવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

અનિલ મેનન લગભગ એક વર્ષ ભારતમાં વિતાવ્યા છે. ત્યાર તે અહીં પોલિયો અભિયાનનો અભ્યાસ અને સહયોગ આપવા મોકલવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોઈ ભારતીય અવકાશયાત્રી ચંદ્ર પર ગયા નથી. જોકે અત્યાર સુધીમાં ભારતના 4 લોકો અવકાશમાં ગયા છે. રાકેશ શર્મા ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા. તેમના સિવાય ભારતીય મૂળના કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને રાજા ચારી અવકાશમાં ગયા છે. જો અનિલ નાસાના મૂન મિશનનો ભાગ બનશે તો તે ચંદ્ર પર જનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હશે.

ચંદ્ર અભિયાન માટે 10 હજાર લોકો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી, તેમા તાલીમ માટે ફક્ત 10 વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે. આ લોકો આગામી વર્ષ જાન્યુઆરીમાં ટેક્સાસના જોનસન સ્પેસ સેન્ટર પર રિપોર્ટ કરશે. ત્યારબાદ તેમને 2 વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂરી થયા બાદ આ તમામ NASAના આર્ટેમિસ જનરેશન પ્રોગ્રામનો હિસ્સો બનશે. આ પ્રોગ્રામ હેઠળ નાસા 2025માં પહેલી મહિલા અને એક પુરુષને ચંદ્રની સપાટી પર મોકલવાની યોજના ધરાવે છે.

કોણ છે અનિલ મેનન?
અનિલ મેનનના માતા-પિતા ભારતીય અને યુક્રેનિયન હતા. તે યુએસએસના અમેરિકામાં ઉછર્યા હતા. તેમણે 1999માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ન્યુરોબાયોલોજીમાં સ્નાતક થયા. 2004 માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. એટલુ જ નહીં સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના અનેક મિશન માટે ક્રૂ ફ્લાઇટ સર્જન તરીકે પણ સેવા આપી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી