September 23, 2021
September 23, 2021

નશાબંધીના કડક અમલ માટે રૂપાણી સરકાર મક્કમ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં.

નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નશાબંધીના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

  • ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
  • નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે : ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે
  • ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ દ્વારા મંગાવાતી ઇ-સિગારેટ ઉપર રાજયમાં પ્રતિબંધ મુકાશે: હાલમાં ભારતના 12 રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ
  • જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે : નવીન ટોલ ફ્રી નંબર પણ શરૂ કરાશે
  • સારી કામગીરી- બાતમી આપનાર નાગરિક- અધિકારીને રીવોર્ડ આપી સન્માનિત કરાશે
  • રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ : હુકકાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ
  • રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- 14405 કાર્યરત
  • સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર 9978934444 પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે

 25 ,  2