નાથ નીકળશે નગરચર્યાએ..! રથયાત્રા પર મંહતે આપ્યા સંકેત

સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે : દિલીપદાસજી મહારાજ

ભગવાન જગન્નાથજીની ૧૪૪ મી રથયાત્રાને હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રા ને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો, તો બીજી તરફ રથયાત્રાને લઇ તમામ તૈયારીઓ શરૂ થઇ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ સ્ટાફ ખડેપગે છે, તો ક્યાંક રસ્તાઓના સમારકામ ચાલી રહ્યું છે. તો આ તરફ મંદિરની અંદર પણ કઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. જો કે સરકારે હજૂ સ્પષ્ટ નથી કર્યું પરંતુ ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નિકળશે તેવી સંભાવના આધારભૂત સૂત્રો દ્વારા જણાવવમાં આવી રહ્યું છે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. મંદિરમાં રથયાત્રાને લઇ તમામ તૈયારી થઇ રહી છે. સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે. હજુ સુધી રથયાત્રાને લઇ સરકારે કોઈ બાંહેધરી આપી નથી. 

રથયાત્રા અંગે ચાલતી વિસંગતિ વચ્ચે દિલીપદાસજીએ જણાવ્યું હતું કે સરકાર મંજૂરી આપે કે નહીં આપે, પણ રથયાત્રા તો નીકળશે જ. રથયાત્રાને હવે માંડ 12 દિવસ બાકી રહ્યા છે ત્યારે દિલીપદાસજીના આ નિવેદનથી એ વાત નક્કી છે કે સરકાર રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર હાલમાં કોઈ જાહેરાત કરીને વિવાદ ઊભો થવા દેવા માગતી નથી, જેથી થોભો અને રાહ જુઓની નીતિથી કામ કરી રહી છે. દર વર્ષની જેમ સુરક્ષાદળની 40 કંપની માગવામાં આવશે.

 61 ,  1