સત્તા ગયા પછી નીતિન પટેલને સમજાયું, અરે હું તો નાણાં વગરનો નાથિયો છું…

સત્તા પરથી ઉતર્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે સબસે બડા રુપૈયા..

મોઢે આવેલો કોળિયો કોઈ છીનવીને લઈ જાય તો કેવુ લાગે. આવુ જ કંઈક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે થયુ. મુખ્યમંત્રીના પદથી સાવ નજીક પહોંચી ગયા બાદ પણ તેમને પદ ન મળ્યું. તેમની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકી. ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલનુ આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું.

મોરબીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના હૃદયની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આમંત્રણ મળ્યુ હતું. જો હવે અને હું નાથિયા જેવા થઇ ગયા છે.

નીતિન પટેલ કોઇ જગ્યાએ સંબોધન કરતા હોય અને તેમાં રમૂજ ન કરે તો શ્રોતાઓ અને સમર્થકો નારાજ થઇ જાય. નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ પોતાના સંબોધનમાં કંઇક એવી વાત જરૂર મુકી દે છે જેના કારણે ચર્ચા ઉપજે. પોતાની વાત વાતમાં નીતિન પટેલ યોગ્ય સ્થાને મેસેજ પહોંચાડી દેતા હોય છે. રવિવારે મોરબીમાં નીતિન પટેલે એવી વાત કરી દીધી કે કાર્યક્રમમાં હાજર તમામ લોકો હસી હસીને લોથપોથ થઇ ગયા.

નાયબ મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પોતાની સ્થિતિ કેવી થઇ તે અંગે વાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘નાણાં વગરનો નાથીયો અને નાણે નાથાલાલ’ અમારી સ્થિતિ હાલ આ નાથીયા જેવી છે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે, હું સત્તાની વાત કરૂ છું, બાકી બધુ ભગવાનની દયાથી સારૂ છે. પરંતું હું સરકારમાં ન હોવા છતાં ખોખરા હનુમાન ધામ દ્વારા મને આમંત્રિત કરાયો તેનો મને આનંદ છે. જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે હું નાયબ મુખ્યમંત્રી હતો પરંતુ ત્યારબાદ નવું મંત્રીમંડળ રચાયું છે. તેમ છતાં પણ કનકેશ્વરી દેવીનો ફોન આવ્યો હતો કે, તમારે કાર્યક્રમમાં આવવાનું જ છે ત્યારે હોદ્દો નહીં પરંતુ વ્યક્તિ મહત્વની છે અને કોઈ હોદ્દો નથી છતાં ઉમળકા ભેર મને આ સંસ્થામાં બોલાવવામાં આવ્યો છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી