ચંદ્રાબાબુ નાયડુનો બફાટ, પ્રશાંત કિશોરને કહ્યા, ‘બિહારી ડાકુ’,

લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે. મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો બીજી તરફ રાજકીય પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કે. ચંદ્રશેખર રાવને ઘેરતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પ્રશાંત કિશોરને બિહારી ડાકુની સંજ્ઞા આપી છે. ચંદ્રબાબુ નાયડુના આ નિવેદન બાદ રાજકારણ ગરમાવો આવી ગયો છે.

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ હતું કે, બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશમાં લાખો વોટ કપાવી નાખ્યા છે. સાથે જ તેમણે તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ ગુંડાગીરીની રાજનીતિ કરી રહ્યા હોવાનો આરોપ લગવ્યો હતો. તો બીજી તરફ ચંદ્રાબાબુ નાયડુના આક્ષેપનો જવાબ આપતાં પ્રશાંત કિશોરે પલટવાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે એક નિશ્ચિત હાર સૌથી અનુભવી રાજનેતાને પણ વિચલિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે અભદ્ર ભાષા પ્રયોજીને અપશબ્દો આપવાનું બંધ કરો અને ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરો. તેમનાં બેબુનિયાદ નિવેદનોથી મને સહેજ પણ આશ્ચર્ય થયું નથી.

આપને જણાવી દઇએ, પ્રશાંત કિશોર હાલ બિહાર જેડીયુના ઉપાધ્યક્ષ છે અને તેમની ઓળખ ચૂંટણી રણનીતિકાર તરીકેની છે. વર્ષ ર૦૧૪માં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાના અભિયાનની ચૂંટણી રણનીતિ ઘડવામાં પ્રશાંત કિશોરની મહત્ત્વની ભૂમિકા હતી એવું માનવામાં આવે છે.

 130 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી