રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બે દિવસીય ગુજરાતના પ્રવાસે..

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓએ અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાજીનું ભવ્ય સ્વાગત-અભિવાદન કર્યુ હતું.ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ પ્રકારની બેઠકો કરવામાં આવ્યું હતું..

જેમાં, ભાજપા પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યઓ, સાંસદઓ, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજકઓ , પ્રદેશ અગ્રણીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષઓ , જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખઓ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેનઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી