ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, કહ્યું- આજે આખો દેશ ગર્વ અનુભવે છે…

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ઈતિહાસ રચતાં ચંદ્રયાન-2ને લોન્ચ કરી દીધું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અગાઉ, રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થયું હતું. તેને GSLV માર્ક 3 એમ-1 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.

મોદીએ કહ્યું- ગૌરવશાળી ઈતિહાસની ક્ષણઃ ચંદ્રયાન-2 લોન્ચિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના ગૌરવશાળી ઈતિહાસની સૌથી ખાસ ક્ષણ છે. યાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને 130 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિને કારણે થયું છે. આ વિજ્ઞાનની નવી ઉંચાઈને સ્પર્શે છે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો હશે.

પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સતત નજર રાખી હતી અને લોન્ચિંગ સફળ થતાં ઈસરોની ટીમને વધાવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઈસરોને અભિનંદન આપતાં કહ્યું કે, સ્પેસ ટેક્નોલોજીમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો છે. સફળ લોન્ચિંગથી દેશનું ગૌરવ વધ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી.

પીએમ મોદી પણ ચંદ્રયાન-2ના લોન્ચિંગની દરેક ક્ષણો પર નજર રાખી રહ્યા હતા. તેઓએ કહ્યું આજનો દિવસ 130 કરોડ દેશવાસઓ માટે ગર્વનો દિવસ છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઈસરોની ટીમને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈસરોની ટીમને શુભેચ્છાઓ પાઠવી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી