J&K: અનંતનાગમાં આતંકવાદી હુમલો, CRPFના 3 જવાન શહીદ, 4 ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. જેમાં 3 જવાન શહીદ થયા છે. સાથે જ એક પોલીસ અધિકારી સહિત 4 ઘાયલ થયા છે. એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે.

જાણવા મળી રહ્યું છે કે, અનંતનાગમાં બાઇક સવાર 2 નકાબધારી આતંકીઓ આવ્યા અને CRPF જવાનો અને પોલીસ ટુકડી પર ફાયરિંગ શરૂ કરી દીધી. જેમાં બે CRPFના જવાનો ઘાયલ થયાં છે જ્યારે રાજ્ય પોલીસ દળના એક SHO પણ ઘાયલ થયાં છે.

ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં સીઆરપીએફના બે જવાન સહિત એસએચઓ અનંતનાગ અરશદ અહમદ અને એક મહિલા સામેલ છે. મહિલાના પગમાં ગોળી વાગી છે. એસએચઓ અરશદ અહમદને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર