નવી મુંબઈ : MIDC વિસ્તારમાં આવેલ શોરૂમમાં લાગી ભીષણ આગ

ઓછામાં ઓછી 40 BMW કાર થઈ બળીને ખાખ

મહારાષ્ટ્રમાં આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગમાં ઓછામાં ઓછી 40 BMW કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં લાગી હતી. બુધવારે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

MIDC ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર આર.બી. પાટીલે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે BMW શોરૂમમાં આગ લાગી હતી. આ આગમાં ત્યાં પાર્ક કરેલી મોંઘીદાટ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે આગમાં લગભગ 40-45 BMW કાર બળી ગઈ હતી. તેમણે કહ્યું કે, આ ભીષણ આગ બપોરે 1 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે લગભગ 10 ફાયર એન્જિનોએ કલાકો સુધી મહેનત કરી હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી