નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી અચાનક આપ્યું રાજીનામું

પંજાબ કોંગ્રેસમાં ફરી ઉથલપાથલ

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઉથલપાથલ મચી ગઈ છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું હતું.

પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે. જ્યાં તેઓ સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત લેવાના છે. જેના કારણે એવી ચર્ચાએ જોર પક્ડયું છે અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી