પાંચમા નોરતે કરો સ્કંદમાતાની ઉપાસના, થશે અસીમ કૃપા

ચૈત્ર નવરાત્રિનો પાવન અવસર ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો માતાની આરાધનામાં લીન થઈ માંની ઉપાસના કરી રહ્યા છે. આજે નવરાત્રિનું પાંચમું નોરતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચમા દિવસનું ખૂબ મહત્વ રહેલું છે.

પાંચમાં દિવસે મા દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મા દુર્ગાએ પાંચમાં નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આસ્થા મુજબ, આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્કંદમાતાની આરાધના કરવાથી સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે.

સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુલોકમાં જ ભક્તને પરમ શાંતિ અને સુખની અનુભૂતિ થવા લાગે છે અને સાથે જ સ્કંદમાતાની ઉપાસના કરવાથી ભક્ત માટે મોક્ષનો માર્ગ પણ ખૂલી જાય છે.

ત્રણે લોકના સ્વામી ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકને ભગવાન સ્કંદ પણ કહેવામાં આવે છે. માટે ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાના સ્વરૂપને સ્કંદમાતાના નામે પણ ઓળખવામાં આવે છે. જે કમળના આસન પર બિરાજે છે. માટે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે.

 37 ,  3