નવસારી: લિકર પરમિટ રિન્યૂ કરવા સિવિલ સર્જન 10 હજારની લાંચ લેતા ઝડપાયા

સામાન્ય રીતે સરકારી વિભાગોમાં કોઇપણ કામ કરાવવા માટે લાંચ આપવાના કિસ્સાઓ અનેક વખત જોવા મળે છે. નવસારી સિવિલ હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જન વર્ગ-1ના ડો. અનિલ ટી. કોડનાની લાંચ છટકામાં આબાદ ઝડપાયાં હતાં.

મળતી માહિતી પ્રમાણે નવસારીમાં ડો. અનિલ ટી. કોડનાની એમ.જી. જનરલ હોસ્પિટલમાં ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે ફરજ બજાવે છે. સિવિલ સર્જન દ્વારા અભિપ્રાયના બદલામાં 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી.એ નવસારી હોસ્પિટલમાં લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જેથી એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી