નવસારીનો કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાતા ચકચાર

એક આરોગ્યકર્મીની પણ પારડી પોલીસે કરી ધરપકડ

નવસારીનો પોલીસ કર્મી બર્થડે ઉજવવા આરોગ્ય કર્મી સાથે 26 હજારનો દારૂ ભરી કારમાં લઇ જતો પારડી કલસર ચેકપોસ્ટ આગળથી ઝડપાઈ ગયો હતો. પારડી PSIને મળેલી બાતમી આધારે કલસર ચેકપોસ્ટ આગળ સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન વગર નંબરની સ્વીફ્ટ કાર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો તો ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો અંતે ચાલકે કાર ઉભી રાખતા તેમાં તલાશી લેતા કારમાંથી 75 બોટલ દારૂ રૂ. 26500નો જથ્થો હાથ લાગ્યો હતો.

પોલીસકર્મી આરોગ્યકર્મીને સાથે રાખીને દારૂ લઈ જઈ રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે નંબર વગરની સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચેકિંગમાં પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં નિષ્ફળ રહ્યો હતો અને દારૂની હેરફેર વખતે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસકર્મી નંબર વગરની કારમાં દારૂ લઈને જતો હતો. કાર ચાલક અને અંદર સવાર વ્યક્તિની પૂછપરછ કરીને પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે કાર ચાલક પોલીસકર્મી નીકળ્યો હતો અને અંદર સવાર વ્યક્તિ આરોગ્યકર્મી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે પુછપરછ કરતા ચાલક કોઈ બુટલેગર નહીં પરંતુ નવસારી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિરલ રમેશભાઈ પટેલ રહે. ગણદેવી પટેલ ફળીયા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે તરલ પંકજભાઈ પટેલ રહે. ગણદેવી પટેલ ફળિયા નાગધરા જે પીએચસીમાં ફરજ બજાવતો હેલ્થ વર્કર નીકળ્યો હતો. પોલીસે 26500 દારૂ અને સ્વિફ્ટ કાર મળી 2.47 લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ સેકન્ડ પીએસઆઇ ડી.જે.બારોટને સોંપી છે.

 43 ,  1