વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ બાદ હવે આજે દિલ્હી ખાતેથી ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનનો પ્રારંભ થયો છે.આ કાર્યક્રમનું આયોજન ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ અભિયાન લોકોને ફીટ રાખવાનો અને જાગ્રત કરવાનો છે. નરેન્દ્ર માદીએ કહ્યું કે આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં હોકીના જાદુગર મળ્યા હતા. ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ હેલ્ધી ઈન્ડિયાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લાની દરેક શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ નવનિર્માણ સ્કુલ અને ભુલકાભવન સ્કૂલમાં આજરોજ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે મરોલી વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લઈ સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું.સાથે જ બોડી ફીટ તો માઈન્ડ હીટના સૂત્ર સાથે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ રેલી સમગ્ર વિસ્તારમાં ફરી હતી. આ સંદેશો શાળાના વિદ્યાર્થી તેમજ શાળા પરિવાર તરફથી લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફિટ ઈન્ડિયાના આ કેમ્પેનમાં બિઝનસ, ફિલ્મ અને સ્પોર્ટ્સ સહિત અનેક સેલેબ્સ સામેલ થશે. મોદીએ તાજેતરમાં જ ‘મન કી બાત’માં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.
(પ્રતિનિધિ – ઈરફાન સૈયદ નવસારી)
37 , 1