નવસારીમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા છ શ્રદ્ધાળુઓનાં મોત

મહારાષ્ટ્રના દહાણું ખાતેથી મહાલક્ષ્મી માતાજીના દર્શનેથી પરત ફરતા સુરતના શ્રધ્ધાળુંઓને નવસારી પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં છ શ્રધ્ધાળુંઓના મોત નિપજ્યા છે.

મળતી વિગત મુજબ, નવસારી પાસે રસ્તા પર ઉભા રહેલા ટેમ્પો ટ્રાવેલરને ટ્રકે પાછળથી ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને અન્ય ૩ લોકોના સારવાર દરમ્યાંન અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે હજી ૬ લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ છે જેમાં 4 લોકોનો આબાદ બચાવ થયો હતો.

હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનરના ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ ઘટનાની જાણકારી નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈને થતા પરિવારની પડખે ઉભા રહ્યા હતા…

 108 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી