રેવ પાર્ટી રાજકીય પાર્ટીની ફાઇટીંગમાં બદલાઇ ગઇ.. તૂ..તૂ..મેં..મેં..

નવાબ કહે તું ચોર..ફડણવીસ કહે તું મહાચોર..

આર્યન કેસ હવે નેતાઓનો પોલ ખોલ.. કેસ બની ગયો…?

એક સાક્ષી કસ્ટડીમાં, એક સાક્ષી રડારની બહાર..

સમીર વાનખેડે કેસરૂપી સ્ટેડિયમની બહાર…

આટલી ઝડપથી તો ફિલ્મના દ્રશ્યો પણ બદલાતા નથી..

હાઇડ્રોજન બોંબ બાદ પરમાણુ બોંબ…?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

પોલ ખોલ. યસ, મુંબઇ-મહારાષ્ટ્રમાં હવે એકબીજાની પોલખોલનો રાજકિય ખેલ શરૂ થયો છે. મજા તો એ છે કે જેને લઇને અને જે કેસને લઇને મામલો ભાજપ-એનસીપીના નેતાઓના કથિત અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો સુધી પહોંચી ગયો એ શાહરૂખખાનનો પુત્ર આર્યન જામીન પર છૂટીને મોજમજા મસ્તીમાં છે, જેને લઇને એનસીપીના નેતા નવાબ મલિકે હંગામા ક્યોં હૈ બરપા..ઉધામ મચાવ્યો તે સમીર વાનખેડેને દૂર કરી દેવાયો અને મામલો ક્રુઝ…રેવ પાર્ટી..નશીલા પદાર્થોની સાથે દમ મારો દમ…ધરપકડ અને ગોસાવી નામના એક સાક્ષીની આર્યન સાથેની સેલ્ફી, મનિષ ભાનુશાળી, પૂજા દદલાણી…થી વળાંકો લેતા લેતાં આર્યન કેસ હવે રાજકિય પાર્ટીઓની વચ્ચે તૂ…તૂ…મૈં….મૈં…..માં ક્યારે ફેરવાઇ ગયો લોકોને દિવાળીના તહેવારોમાં ખબર જ ના પડી…!!

મુંબઇ-મહારાષ્ટ્રના લોકોની સાથે દેશના લોકો પણ મિડિયાના માંધ્યમથી ક્યારેક નવાબ સામે તો ક્યારેક દેવેન્દ્ર ફડણવીસની સામે જોઇ રહ્યાં છે…દિવાળી ગઇ….પણ રાજકીય ફટાકડાં હજુ ફૂટી રહ્યાં છે. એક રાજકિય ધડાકો નવાબ કરે તો સામે ફડણવીસે ધડાકો કર્યો કે નવાબે 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર પાસેથી મોકાની જમીન કોડીની કિંમતે ખરીદી હતી…સામા પક્ષે નવાબે તે પહેલા ફડણવીસની પત્નીની એક વ્યક્તિ સાથેની તસ્વીર જાહેર કરીને સવાલ કર્યો હતો કે આ તસ્વીરમાં ડ્રગ્સ પેડલર છે અને તેની સાથે પૂર્વ મુખ્યમંત્રીના પત્નીની તસ્વીર કેમ છે..?!

આ તસ્વીરથી ભડકેલા ફડણવીસે નવાબ મલિકનો ભાંડો ફોડવાની ધમકી આપીને કોઇ ગુનેગાર પાસેથી મોકાની જમીન પાણીના ભાવે ખરીદીને એનસીપીના નેતાના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો હોવાનો પુરાવો આપવાનો પ્રયાસ કર્યો. હવે નવાબ મલિક ફડણવીસનું કંઇક શોધીને ધડાકો કરશે…તુ મેરી પોલ ખોલેંગા…તો મેરી પોલ ખેલુંગા…એવા ખેલની વચ્ચે “બિગ બોસ” બધુ જ જોઇ રહ્યાં છે અને એનસીપીના નેતાની સામે તો કોઇ કાર્યવાહીની શક્યતા ઓછી છે કેમ કે મહારાષ્ટ્રમાં એનસીપી ઠાકરે સરકારમાં ભાગીદાર છે અને નવાબ મલિક સરકારના એક મંત્રી પણ છે છતાં સીએમ ઠાકરે દ્વારા હજુ સુધી નવાબને રોકવામાં આવ્યા નથી. પણ ફડણવીસનો કોઇ મોટો ખુલાસો નવાબ મલિકે કરી નાંખ્યો તો ….?

કોઇ મસાલેદાર ફિલ્મની કથાને ટપી જાય એમ એક પછી એક નવી નવી વાતો અને બાબતો બહાર આવી રહી છે. કેટલાક માને છે કે તેમાં સમીર વાનખેડેએ જેમને સાક્ષી બનાવ્યાં તેઓ આરોપીઓને પોલીસની જેમ બાવડેથી પકડીને લઇ જાય છે એ તસ્વીરો, ગોસાવી નામના એક સાક્ષીએ આર્યન સાથે લીધેલી સેલ્ફી અને કસ્ટડીમાં રહેલા આર્યનને કોઇની સાથે મોબાઇલ ફોન પર વાત કરાવે છે એ વિડિયો અને ફોટા બહાર આવ્યાં બાદ મામલો સમીર વાનખેડેના હાથમાંથી નિકળતો ગયો… અને ગોસાવીના એક બોડીગાર્ડ દ્વારા ધડાકો કે આર્યનને છોડવા માટે 25 કકોડ માંગવામાં આવ્યાં અને તેમા 8 કરોડ સમીરને આપવાના હતા તૉથા 50 લાખની હેરાફેરી પણ થઇ, કોઇ સેમ ડિસોઝા, શાહરુખની મેનેજર પૂજા દદલાણી ધીમે ધીમે ચિત્રમાં આવ્યાં અને…સમીરભાઇ કો આર્યન કેસ સે દૂર કર દિયે ગયે…મામલા ગરબડ હૈ….

નવાબ મલિકે આર્યન કેસમાં શરૂઆતથી લઇને અત્યારસુધી આપેલી માહિતી, જાહેર કરેલી તસ્વીરો, તસ્વીરોમાં કોણ છે અને એનસીબીની ઓફિસમાં તેઓ શું કરી રહ્યાં છે..એવા એક પછી એક ખુલાસા શરૂ કર્યા ત્યારે ઘણાંને લાગ્યું કે સમીર વાનખેડેએ નવાબ મલિકના જમાઇની સામે નશીલા પદાર્થનો કેસ કર્યો હોવાથી નવાબ મલિક બદલો લેવા આ બધુ કરી રહ્યાં છે. અલબત એ પણ એક કારણ હોઇ શકે અને નવાબે ત્યાં સુધી પડકાર ફેંક્યો કે એક વર્ષની અંદર વાનખેડે જશે અંદર…!! હજુ મહિનો પણ થયો નથી અને વાનખેડે આર્યન કેસમાંથી દૂર થઇ ગયા છે…

ક્યારેય એવુ બન્યુ નથી કે તપાસ કરનાર અધિકારીને નિશાન બનાવીને તેના જીવનની અંગત બાબતોને જાહેર કરવામાં આવે. પણ સમીર વાનખેડેના કેસમાં એવુ બન્યું. સમીર હિન્દુ નથી બિન-હિન્દુ છે,, નિકાહ પઢ્યા છે…દલિક ક્વોટામાંથી સરકારી નોકરી મેળવી છે…એવા દાવાઓ દસ્તાવેજો સાથે કર્યા એટલે એમાં કેન્દ્રના મંત્રી રામદાસ અઠાવલેની પણ એન્ટ્રી થઇ અને સમીરનો પક્ષ લીધો. તે અગાઉ સમીરની પત્નીએ સીએમ ઠાકરેને મરાઠીભાષામાં પત્ર લખીને ન્યાય માંગ્યો….

આટલી ઝડપથી તો કોઇ ફિલ્મમા પણ દ્રશ્યો બદલાતા નથી. એમાં પણ વચ્ચે વચ્ચે કોઇ ગીત આવે, કોઇ હાસ્યરસ પીરસવામાં આવે પણ આર્યન કેસમાં તો રોજે રોજ એકશન અને રિએકશન ચાલી રહ્યું છે અને હવે મામલો એનસીપી અને ભાજપની વચ્ચે જાણે-અજાણે પહોંચી ગયો છે..! હવે તે ક્યાં પહોંચશે…? લોકો માથુ ખંજવાળે છે કે નવાબ મલિકે ગુનેગાર પાસેથી મોકાની જમીન પાણીના ભાવે લીધી તો… તપાસ કેમ ના થઇ…અને હજુપણ મોડુ થયું નથી..ફડણવીસે દિવાળી બોંબ ફોડ્યો તો નવાબે હાઇડ્રોજન બોંબ ફોડવાની જાહેરાત કરી અને તે પછી ફડણવીસ પરમાણુ બોંબ ફોડશે…? શું આ ફડણવીસને ફસાવવાની કોઇ ચાલ તો નથી ને…કે પછી ફડણવીસ નવાબની ચાલમાં ફસાઇ ગયા…? કારણ કે ફડણવીસ પર ઉડેલા છાંટાથી ભાજપની પ્રતિષ્ઠાને અસર પહોંચી શકે તેમ છે.

જે ક્રુઝ પર એનસીબીના સમીર વાનખેડેએ મનિષ ભાનુશાળી-ગોસાવીને સાક્ષી તરીકે હાજર રાખીને દરોડો પાડ્યો એ ક્રુઝ મુંબઇથી ગોવા…ની વચ્ચે પાણી ઉપર સરરરરર.. દોડીને ટ્રીપ કરી રહ્યું છે…25 દિવસ કસ્ટડીમાં રહીને છૂટેલો આર્યન હરી-ફરી રહ્યો છે.. સેલ્ફીવાળો સાક્ષી ગોસાવી પૂણે પોલીસની કસ્ટડીમાં જતો રહ્યો કોઇ જુના કેસમાં…મનિષ ભાનુશાળી નવાબના રડારથી બહાર છે…વાનખેડે આર્યન કેસમાંથી દૂર થઇ ગયા છે…અને હવે મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીની વચ્ચે દિવાળી બોંબ-હાઇડ્રોજન બોંબ ફૂટી રહ્યાં છે….એકબીજાના વસ્ત્રો ઉતરી રહ્યાં છે કે ઉતારી રહ્યાં છે અને શાહરૂખ-ગૌરી પોતાના પુત્ર આર્યનને શિખામણ આપી રહ્યાં હશે- અચ્છા બચ્ચા હૈ ન તુ…ઐસા નહીં કરતે…. ઓકે…..નો ક્રુઝ… નો રેવ …નો પાર્ટી…..ઓન્લી મન્નત પાર્ટી….!!

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી