‘નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન, દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી ખરીદી હતી જમીન…’

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો

દેવેન્દ્ર ફડણવીસે આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્ફોટક ખુલાસો કર્યો છે. તેમણે NCP નેતા નવાબ મલિક પર જોરદાર પ્રહારો કર્યા છે.મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વિસ્ફોટક ઘટસ્ફોટ કર્યા છે. દિવાળી પહેલા, NCP નેતા અને મંત્રી (નવાબ મલિક)એ તેમના પર રાજ્યમાં ડ્રગ્સ રેકેટ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘નવાબ મલિકે દિવાળી પહેલા માત્ર ચમકારા જ બાકી રાખ્યા છે, હું દિવાળી પછી બોમ્બ વિસ્ફોટ કરીશ. હું નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે કનેક્શનના પુરાવા આપીશ, દેવેન્દ્ર ફડણવીસે ઘટસ્ફોટ કર્યો હતો.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવાબ મલિકના અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ છે. દાઉદ ઈબ્રાહિમ 1993 બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. સરદાર શાહવલી ખાન અને હસીના પારકરનો નીકટનો ગણાતો સલીમ પટેલના નવાબ મલિક સાથે વ્યવસાયિક સંબંધ છે. આ બંનેએ નવાબ મલિકના સંબંધીની એક કંપનીને કરોડોની જમીન કોડીના ભાવે વેચી. નવાબ મલિક પણ આ કંપની સાથે થોડા સમય માટે જોડાયેલા હતા. કુર્લા એલબીએસ રોડ પર 3 એકર જમીન ફક્ત 20-30 લાખ રૂપિયામાં વેચવામાં આવી જ્યારે માર્કેટ પ્રાઈસ 3.50 કરોડથી વધુ હતી. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? આવી બધી મળીને 5 પ્રોપર્ટી છે જેમાંથી 4માંતો 100 ટકા અંડરવર્લ્ડની ભૂમિકા હતી. આ તમામ પુરાવા એનસીપીના શરદ પવારને પણ આપવામાં આવશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી