‘કંગનાએ ઓવરડોઝ લીધો છે..’ NCP નેતા નવાબ મલિકનો કટાક્ષ

કંગના રનૌતની ધરપકડ કરવાની માંગ, નવાબ મલિકે કહ્યું- સરકાર પદ્મશ્રી પરત લે

કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનાં કહ્યુ હતુ કે ‘ભારતને આઝાદી ભીખમાં મળી’. નવાબ મલિકે કહ્યું કે, કંગના રનૌતની ધરપકડ કરીને પદ્મશ્રી એવોર્ડ પાછો લેવો જોઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં કંગનાએ કહ્યુ હતુ કે, “1947માં આઝાદી નહીં, પણ ભીખ માંગવી અને જે આઝાદી આપણને 2014માં મળી.

નવાબ મલિકે વધુમાં કહ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે 1947ની આઝાદી ભીખ માંગીને અપાઈ હતી, અમને લાગે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે. કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવો જોઈએ અને તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવો જોઈએ.

અભિનેત્રી કંગના રનૌતએ એમ કહીને વિવાદ ઉભો કરી દીધો હતો કે ભારતને ‘અસલી આઝાદી’ 2014 માં મળી, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી, તો બીજી તર 1947 માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે ‘ભીખ’ માં મળી હતી. પહેલાં પણ વિવાદાસ્પદ નિવેદન આપતી રહેતી કંગના પોતાના નવા નિવેદનથી ફરી એકવાર વિવાદમાં સપડાઇ ગઇ છે. તો બીજી તરફ દેશભરમાં અભિનેત્રીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી