દંતેવાડામાં નક્સલી હુમલામાં ભાજપના ધારાસભ્યનું મોત, ત્રણ જવાન શહીદ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નકસલીઓએ ભાજપના ધારાસભ્યના કાફલા પર હુમલો કર્યો હતો. ભાજપના ધારાસભ્ય ભીમા માડવીના કાફલા પર નક્સલીઓએ આઈઈડી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ સુરક્ષા કર્મચારીઓ અને એક વાહન ચાલકનું પણ મોત થયું છે.

૧૧ એપ્રિલે યોજાનારા મતદાનના બે દિવસ પૂર્વે જ નક્સલીઓએ ભાજપના ધારાસભ્યના કાફલાને નિશાન બનાવ્યો હતો. તેમનો કાફલો મંગળવારે બપોરે નુકલનારથી લગભગ બે કિ.મી. દૂર શ્યામગીરી પાસેથી પસાર થતો હતો ત્યારે હુમલો કરાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, નક્સલી હુમલાને હું સખત શબ્દોમાં વખોડું છું. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ શહીદી વ્યર્થ નહીં જવા દઈએ

 28 ,  3