BJP નેતાના ઘરે નક્સલી હુમલો, બ્લાસ્ટ કરી ઘર ઉડાવ્યું

બિહારના ગયાના ડૂમરિયામાં બુધવારે મોડી રાત્રે ભાજપના નેતા અને પૂર્વ એમએલસી અનુજ કુમાર સિંહના ઘર પર નક્સલી હુમલો થયો હતો. નક્સલિઓએ ડાયનામાઇટ લગાવીને પૂર્વ એમએલસી ઘરના ફૂરચે-ફૂરચા ઉડાડી દીધા હતા. નક્સલીઓ દ્વારા કરાયેલા આ હુમલાને પગલે એમએલસીનું ઘર ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે.

લોકસભા ચૂંટણીની ઘોષણા બાદ નક્સલિઓએ પોતાની તાકાત બતાવીને પ્રશાસને પડકાર આપી દીધો છે, આવામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવી એ પ્રશાસન માટે મોટી મુશ્કેલી સાબિત થશે. જો કે સદ્ નસીબે આ હુમલામાં કોઇ જાન-હાનિ સર્જાઇ નથી.

50થી વધુ નક્સલીઓ એક સાથે એમએલસીના ડુમરિયા સ્થિત ઘરમાં ત્રાટક્યા હતા. જો કે કયા ઇરાદાથી નક્સલીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

 55 ,  3