નયા સાલ-કાટ ડાલુંગા.. માર ડાલુંગા..જબાન ખીંચ લુગા..!!. હરિબોલ..!!

નવા વર્ષની શરૂઆતમાં સીએમની ધમકી સંભળાઇ..

સાંસદે કહ્યું- આંખ ઉઠા કર દેખા તો ફોડ ડાલુંગા..

સીએમની ભાષા- ક્યા સમજતા હૈ તું અપને આપ કો….

રાજકારણીઓની શરૂઆત આવી થઇ તો આખુ વર્ષ…?!

કિસાન આંદોલન પાંચ વર્ષ ચાલશે..?

હજુ તો યુપીની ચૂંટણી બાકી છે- કી હોગા…? ઓય રબ્બા..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

આછીગુલાબી ઠંડીમાં વિક્રમ સંવતના નવા વર્ષનો અને પ્રારંભ થઇ ગયો છે. નવા વર્ષ બાદ લાભ પાંચમે વેપાર-ધંધા રોજગાર વગેરે. પણ ધમધમતા થઇ ગયા છે. કારણ કે બજાર ખુલી ગયું છે. સંક્રમંણનો કોઇ ડર નથી. દિવાળાના તહેવારોમાં લોકો મન મૂકીને હર્યા-ફર્યા, નાચ્યા, સૈર સપાટા અને વળી પાછા કામધંધે…હર્યા-ફર્યા બાદ કેસો ના વધે તો સારૂ. પણ આવા સરસ વાતાવરણમાં નવા વર્ષમાં નેતાઓના મોઢેથી શુભ..શુભ… બોલવાને બદલે, કાટ ડાલુંગા…માર ડાલુંગા…આંખે નિકાલ દૂંગા…હાથ તોડ ડાલુંગા… જબાન કાટ કે ફેંક દૂંગા…ક્યા સમજતે હો તુમં અપને આપ કો….?!! એવા સંવાદો સાંભળવા મળે તો સહેજે એમ થાય કે વર્ષની શરૂઆતમાં યે ધૂમ ધડાકા સંભળાઇ રહ્યાં છે તો નવા વર્ષમાં યોજાનારી ચૂંટણીઓમાં અને આખા વર્ષમાં કેવા કેવા સંવાદો રાજકારણીઓના મોઢેથી નિકળશે…? હરિબોલ…..હરિઓમ..

માલામાલ વીકલી..નહીં પણ માલામાલ ડેઇલી..ની જેમ અતિ સમૃધ્ધ રાજ્ય હરિયાણામાં કિસાન આંદોલને માઝા મૂકી છે. કિસાનોમાં એટલી એકતા છે કે એક સીટી મારે અને જથ્થે જથ્થા ઘટના સ્થળે હાજર…હરિયાણાના સીએમનું ક્યારેક હેલિકોપ્ટર ઉતરવા દેતા નથી અને હેલિપેડનું મેદાન ખોદી નાંખે છે, ક્યારેક કોઇ ધારાસભ્યના વસ્ત્રો ફાડી નાંખે છે, ક્યારેક મીની સચિવાલય ઘેરી લે છે અને સાથે સાથે દિલ્હી બોર્ડર પર આંદોલન તો ખરૂ…!

કિસાનનેતા રાકેશ ટિકૈત કહે છે કે સરકાર પાંચ વર્ષ ચાલે તો કિસાન આંદોલન પણ પાંચ વર્ષ ના ચાલે…?! તેમનો ઇશારો છે કે કિસાન આંદોલન ક્યાં સુધી ચાલશે પણ એમ જણાય છે કે યુપીની ચૂંટણીના પરિણામો બાદ કિસાન આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. માર્ચ-એપ્રિલમાં ચૂંટણીઓ યોજાઇ શકે. પણ તે પહેલાં જ રાજકારણીઓએ નવા વર્ષમાં શું કહ્યું…?

આંધ્રપ્રદેશમાંથી અલગ થયેલું નવુ રાજ્ય તેલંગાણાના સીએમ કેસીઆર-કે. ચંદ્રશેખર રાવે 7 નવે.ના રોજ તેલંગાણાં ભાજપના પ્રદેશ પ્રમુખ બાંદી સંજયકુમારને નિશાન બનાવીને રીતસર ધાકધમકીની ભાષામાં જ કહ્યું-ક્યા સમજતે હો અપને આપ કો..?.કિસાનો કો ગુમરાહ મત કરો…હમારે ખિલાફ બોલેગે તો જબાન કાટ લી જાયેગી…!! l દિલ્હી મેં તુમ્હારી સરકાર હૈ તો તુમ મુઝે જેલ ભેજને કી ધમકી દેતે હો…? મુઝે હાથ લગાકર તો દેખ ફિર તેરા ક્યા હાલ હોતા હૈ….!!

કેટલી સરસ ભાષાનો ઉપયોગ કર્યો છે… તુ મુઝે જેલ ભેજેગા..? મુઝે હાથ તો લગા કે દિખા… દેખ ફિર તેરા વો હાલ કરૂંગા……બોલો છે ને…કોઇ પીટકલાસ ફિલ્મના ડાયલોગની ભાષામાં એક રાજ્યના સીએમની આ ભાષા છે. અને તે પણ એવા વગદાર નેતાને ધમકાવે છે કે દિલ્હીમાં જેમની સરકાર છે….જો રાજ્યના મુખ્યમંત્રી જ વિપક્ષના નેતા માટે આવી ભાષાનો ઉપયોગ કરે તો એ રાજ્યના લોકો-નવી પેઢી તેમનાંમાંથી શું પ્રેરણા લેશે…?

ઓવર ટુ હરિયાણા…..હરિયાણાના રોહતક સ્થિત કિલોઈ ગામના પ્રાચીન શિવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગ્રામીણો-કિસાનો દ્વારા 7 કલાક સુધી તેમને બંધક બનાવવામાં આવ્યાની ઘટના દિવાળીના તહેવારોમાં જ બની. જેમને બંધક બનાવવામાં આવ્યાં તેમાં પૂર્વ મંત્રી મનિષ ગ્રોવર પણ હતા, પોલીસ કાફલો ખડકી દેવાયો..હળવો લાઠીચાર્જ પણ કરાયો પરંતુ આંદોલનકારીઓ ના હટ્યા….છેવટે જેમતેમ કરીને ભાજપના નેતાઓને છોડાવવામાં આવ્યાં.આ ઘટનાના વિરોધમાં ભાજપના તમામ ટોચના નેતાઓ સાથે કાર્યકરોએ પ્રદર્શન કર્યું આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાનો હાથ હોવાનું જાહેર કરીને તેમનું પૂતળું સળગાવ્યું.

ભાજપના સાંસદ અરવિંદ શર્માએ આ ઘટનામાં પૂર્વ મંત્રી મનીષ ગ્રોવરને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું જણાવીને તે માટે હુડ્ડાને ષડયંત્રકારી ગણાવી ઉવાચ-, જો કોઈએ ભાજપના નેતાઓ તરફ આંખ ઉઠાવીને પણ જોયું તો તેની આંખો કાઢી નાખવામાં આવશે….! જો કોઇએ અમારા ઉપર હાથ ઉપાડ્યો તો તેના હાથ પણ કાપી નાંખવામાં આવશે..!! ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે ખેડૂતોની આડશમાં ગુંડાગીરી ચાલી રહી છે અને અમે કોઈ પણ કિંમતે તેને સહન નહીં કરીએ…

તેલંગાણાના સીએમની જેમ સાંસદ શર્મા પણ લક્ષ્મણરેખા ઓળંગી ગયા અને હાથપગ તોડી નાંખવાની…આંખો ફોડી નાંખવાની…..ભાષામાં કહ્યું તેમાં તેમની ગરિમાને પણ હાનિ પહોંચી હશે. કદાજ તેમાં વાંક તેમના સિવભાવ કરતાં તેમની સાથે જે બન્યું તેની સામેનો રોષ હોઇ શકે. કેમ કે ભાજપના શાસનમાં ભાજપના પૂર્વ મંત્રી કક્ષના નેતા સહિત કેટલાકને કલાકો સુધી બંધક બનાવવામાં આવે અને પોલીસ પણ તાત્કાલિક છોડાવી ના શકે તો તેમણે પોલીસ પરનો ગુસ્સો બીજા ઉપર કાઢ્યો હશે..

હરિયાણામાં કિસાન આંદોલન પર નજર રાખનારા રાજકિય નિરીક્ષકોનું માનવુ છે કે વાસ્તવમાં પંજાબ કરતાં હરિયાણામાં કિસાન આંદોલને ભાજપ સરકારને અને ભાજપને ભારે પરેશાન કર્યું છે. ભાજપના એક ધારાસભ્યના કપડાં ફાડી નાંખવાની ઘટના પણ હરિયાણામાં જ બની હતી. સામાન્ય ભાષામાં કહીએ તો પાની સર સે ઉપર જા રહા હૈ….એટલે તો સીએમ મનોહરલાલ ખટ્ટરે કિસાનોને ટક્કર આપવા દરેક ગામમાં લઠધારી ટુકડીઓ તૈયાર કરવા હસતાં હસતાં એક બેઠકમાં વાત મૂકી હતી…પણ પછી તેમણે એમ પણ કહ્યુ કે એ તો એક સુચન હતું…કેમ કે કિસાન આંદોલનની પાછળ કોંગ્રેસ છે અને કોંગ્રેસને જવાબ તો આપવો જ પડે…

તેલંગાણાના સીએમ હોય કે સાંસદ શર્મા, નવા વર્ષની શરૂઆત માર ડાલુંગા…કાટ ડાલુંગા…ની સાથે થઇ છે ત્યારે સૌ કોઇ સંયમ રાખે તો કોઇપણ સમસ્યાનો હલ આવી શકે. પ્યાર કા સમય કમ હૈ જહાં લડતે હૈ લોગ કૈસે યહાં… હોઠો પે સચ્ચાઇ રહતી હૈ જહાં દિલ મેં સફાઇ રહતી હૈ હમ ઉસ દેશ કે વાસી હૈ..જિસ દેશ મેં ગંગા બહતી હૈ…ખાઓ ગંગા મૈયા કી કસમ કી અબ કે બાદ ઐસૈ નહીં બોલેંગે,..!! ક્યા કહા..હેલ્લો…હેલ્લો…હાં ક્યા કહા… આવાજ નહીં આ રહી…?! હરિઓમ…હરિ બોલ…ગુડ ગુડ બોલ….આગે આપકી મરજી….

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી