September 24, 2020
September 24, 2020

ડ્રગ્સ કેસ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ, મેડિકલ ચેકઅપ કરાશે

ડ્રગ્સ હેરાફેરીની સાથે સાથે બૉલીવુડ સાથે જોડાયેલા કેટલાક નામો પણ બહાર આવ્યા..!

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)માં ડ્રગ્સનો એંગલ આવ્યા બાદ તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા બાદ આખરે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તી ધીમે ધીમે NCBની પૂછપરછમાં તૂટી ગઇ હતી. તેણે માત્ર પોતે જ ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું જ નથી પરંતુ બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના પણ નામ આપ્યા છે જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા.

રિયાની એનસીબીની પૂછપરછના 3 દિવસમાં ધીરે ધીરે બોલીવુડમાં ફેલાયેલ ડ્રગ્સની કડીઓ જોવા મળી રહી છે. સૂત્રોનું કહેવું છે કે રિયાએ પૂછપરછમાં માત્ર ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું જ નથી કે પરંતુ 25 અન્ય બોલિવૂડ સ્ટાર્સના નામ પણ આપ્યા છે, જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા. જો સૂત્રોની વાત માનીએ તો હવે બોલિવૂડના આ 25 સ્ટાર્સ એનસીબી રડારમાં આવી ગયા છે અને ટૂંક સમયમાં જ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

એનસીબીએ જ્યારે રિયાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે તેના ઘરેથી કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ મળ્યા હતા. તેને ફૉરેન્સિક તપાસમાં બહાર આવ્યુ છે કે વર્ષ 2017, 2018, 2019માં રિયાની ડ્રગ્સ કંપની ખુબ એક્ટિવ હતી. આ ડ્રગ્સ કંપનીના કેટલાક રાજ એનસીબીની સામે આવ્યા છે. ટેબલેટમાંથી એનસીબીને તમામ વીડિયો અને તસવીરો મળી છે, જેમાં બૉલીવુડના કેટલાય ચહેરા દેખાઇ રહ્યાં છે.

 68 ,  1