September 22, 2020
September 22, 2020

સુંશાત કેસ : બોલિવૂડ ડ્રગ્સ કનેકશન મામલે NCBના મુંબઇ-ગોવામાં દરોડા

રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ આપ્યા, NCB કસશે ગાળીયો

સુશાંત સિંહ રાજપૂત મોત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી ડ્રગ્સ મામલે મુંબઈના ભાયખલ્લા જેલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રિયાએ ખુલાસો કર્યો છે જેમાં બોલિવૂડના મોટા માથા ગણાતા 25 લોકોના નામ રિયાએ આપ્યા છે. ડ્રગ્સ મામલે એક પછી એક ખુલાસાઓ સામે આવતા આ કેસ વધારે ગુંચવાયો છે.

તો બીજી તરફ NCBની ટીમોએ મુંબઈ અને ગોવામાં મોટા પ્રમાણમાં દરોડાં કાર્યવાહી કરી છે. મળતી વિગત મુજબ, બોલિવૂડમાં ડ્રગ કનેક્શનને લઈને આ રેડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી ડ્રગ મામલે જે જે લોકોની પૂછપરછ કરી છે, તેમની પાસેથી આખા નેટવર્કની જાણકારી મેળવી છે. NCBના સૂત્રોએ પહેલા જ એવી માહિતી આપી દીધી હતી કે આ મામલે મોટા માથાંઓનાં નામ સામે આવી શકે છે અને વધુ ધરપકડ થઈ શકે છે.

NCBને આ મામલામાં ડ્રગ પૈડલર જૈદ વિલાત્રા, અબ્દેલ બાસિત પરિહાર અને રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી પાસેથી જે જાણકારી મળી છે તેના આધારે શનિવારે સવારથી જ મુંબઈ અને ગોવામાં કેટલીક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે.

NCBએ જણાવ્યુ છે કે રિયાની સઘન પુછપરછમાં મોટા નામ હાથમાં આવ્યા છે. NCBએ એક કાચો ફરમો તૈયાર કર્યો છે. જેમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે આ મામલે ડ્રગ્સ ક્યાંથી આવતુ હતુ ક્યા સપ્લાઇ થતુ હતુ કોણ કોણ હતા તે તમામ અંગે બારીકાઇથી તપાસ થઈ રહી છે.

NCB એ બોલિવુડના 25 નામને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. NCB એ 25 માંથી સૌથી પહેલા 5 સિલેક્ટેડ લોકોને કાઢ્યા છે, જેના પર જલ્દી જ કાર્યવાહી થઈ શકે છે. 

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર