ડ્રગ્સ કેસમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા

બોલીવુડના કિંગ ખાનના ઘરે પણ NCBનું સર્ચ ઓપરેશન

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે આજે ગુરૂવારે દરોડા પાડ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મહત્વનું છે કે આર્યન ખાનની વૉટ્સઍપ ચૅટમાં જાણીતી અભિનેત્રી સાથે ડ્રગ્સને લઇને ચર્ચા સામે આવી હતી. તે બાદ જ અનન્યા પાંડેના ઘરે દરોડા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેનું નામ સામે આવ્યુ હતુ. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. હાલ,એનસીબીએ અનન્યા પાંડેને આજે 2 વાગ્યે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી છે. બીજી બાજુ બોલીવુડના કિંગ ખાનના ઘરે પણ NCBએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ક્રુઝ પર હાજર હતી અનન્યા પાંડે?
કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા પાંડે પણ ક્રુઝ પર હાજર હતી જ્યારે NCBએ રેવ પાર્ટીમાં રેડ પાડી હતી પરંતુ તેને જવા દેવામાં આવી હતી. હવે ચૅટ સામે આવ્યા બાદ NCBએ એક્ટ્રેસના ઘરે દરોડા પાડ્યા છે.

આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેની જામીનની અરજી દરેક વખતે રિજેક્ટ કરવામાં આવી છે. મુંબઇ હાઇકોર્ટમાં આર્યનના વકીલોએ અરજી કરી છે પરંતું તેની સુનવણી પણ 26 ઓક્ટોબરે કરવામાં આવશે. ત્યાં સુધી તેને જેલમાં જ રહેવું પડશે.

આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી હતી. બાદમાં આર્યનના વકીલોએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી છે. 2 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, આજે 21 ઓક્ટેબર થઇ તેમ છતાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ત્યારે આજે શાહરૂખ તેને મળવા આર્થર રોડ જેલ પહોંચી ગયો હતો.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી