નવાબ મલિક-ખતરોં કે ખિલાડી..કોનું કાઉન્ટ ડાઉન શરૂ..?

એનસીબીના વાનખેડેની સાથે શિંગડા ભરાવ્યાં..

એક વર્ષની અંદર જેલમાં ના નાંખ્યો તો મારૂ નામ મલિક..

આજે એનસીબીને ધમકી, કાલે સીબીઆઇ, પછી ઇડીને…?

સત્તામાં છે એટલે એજન્સીઓને ધમકાવવાનું..?

અધિકારીને ધમકી-રાજકારણમાં ખતરનાક ટ્રેન્ડની શરૂઆત…?

પટ્ટા ઉતરાવી દેવાની ભાષા મંત્રી બોલે છે..!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

મહારાષ્ટ્રમાં જ્યારથી અઘાડી સરકાર સત્તામાં આવી ત્યારથી કંઇકને કંઇક એવી ઘટનાઓ બની રહી છે કે જેના પડઘા ચારેકોર પડી રહ્યાં છે. જેમ કે, મુકેશભાઇ અંબાણીના ઘરની બહાર મુંબઇ પોલીસના એક અધિકારી દ્વારા વિસ્ફોટક સામગ્રી સાથેની કાર મૂકવી અને તેમાં વળી હત્યા અને 100 કરોડની વસૂલી અને ગૃહમંત્રીનું રાજીનામુ અને કેટલુ બધુ… હજુ પણચાલી રહ્યું છે.

જેમ કે બોલીવુડ. અઘાડી સરકાર આવ્યાં બાદ પહેલીવાર બોલીવુડને મુંબઇથી યુપી લઇ જવાની હિલચાલ થઇ… કંગનાનો વિવાદ સર્જાયો. એક અભિનેતાના આપઘાત પ્રકરણમાં સરકાર સુધી છાંટા ઉડતા ઉડતા રહી ગયા અને બોલીવુડમાં નશીલા પદાર્થોનું ભરપૂર સેવનનો મામલો ચગ્યો..ચગ્યો અને પછી શાંત પડ્યો…પડ્યો અને ત્યાં વળી મુંબઇથી ગોવા જતા ક્રુઝ પર દરોડો..રેવ પાર્ટી..નશીલી દવાઓનો ઉપયોગ…અને તેમાં શાહરૂખખાનના પુત્ર આર્યનની ધરપકડનો મામલો..એવો ચાલ્યો કે હજુ થાળે પડ્યો નથી. તેની જ્યુડીશીયલ કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. ખુદ શાહરૂખના ઘરે એનસીબીની ટીમ પૂછતાછ માટે ગઇ હતી.

ક્રુઝ પર કેન્દ્રીય એજન્સી એનસીબીના દરોડામાં આર્યન કેન્દ્ર સ્થાને કેમ છે એ તો એનસીબી જ જાણતી હશે અને તેમની પાસે પુરવ પણ હોઇશકે એટલે આર્યનને જામીન મળતા નથી.. મિડિયામાં પણ આખા કેસના મધ્યમાં આર્યન છે. તેણે જલમાં શુ ખાધુ-શું પીધુ..જેલમાં રાત કેવી વીતી..રડ્યો-હસ્યો…તેની માતાએ શું બાધા રાખી..એવુ બધુ મિડિયાએ દર્શકોને કહ્યું. આર્યન કોઇ સામાન્ય નથી. તેની દરેક હિલચાલ પર પાપારાઝી કેમેરામેનોની નજર રહેતી હશે. આર્યનના કેસમાં નવા ફણગારૂપે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા તથા વ્યવસાયે વકીલ નવાબ મલિક કૂદી પડ્યા…

એનસીબીએ તેમના પરિવારના એક સદસ્ય સામે નશીલા પદાર્થ રાખવાનો કેસ કરેલો છે. એટલે એનસીબી તેમના નિશાન પર હોઇ શકે તે સ્વાભાવિક છે.. આર્યન કેસમાં મલિકે ઘણી માહિતી મિડિયાને પોતાના સૂત્રોથી આપી. આર્યનના એક મિત્રને બાવડેથી ઝાલીને લઇ જનાર વ્યક્તિ એનસીબીનો કોઇ અધિકારી નથી પણ ભાજપનો કાર્યકર છે એનુ પણ મલિકે ટ્વીટરના માધ્યમથી જાહેર કર્યું અનેં અને સવાલો પર સવાલોની સાથે અનેક સવાલો કર્યા. ! એનસીબીને સવાલો કરતાં કરતાં નવાબ મલિકે એનસીબીના વડા સમીર વાનખેડેની સામે દાઝ કાઢતા હોય તેમ તેને એક વર્ષની અંદર અંદર જેલમાં ન મોકલ્યો તો મેરા નામ નહીં..ની ભાષામાં જે ધમકી આપી છે તેનાથી વિવાદ ના થાય તો જ નવાઇ..!

મહારાષ્ટ્રની ઠાકરે સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂઆતથી રાજકિય ડખ્ખા છે. ભાજપને સત્તામાં નહીં આવવા દેવા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને મહારાષ્ટ્રના સીએમ થવાની પિતા બાલ ઠાકરેની મહેચ્છા પૂર્ણ કરી. અને સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ રાજ્યપાલ સાથે તો વળી દેવેન્દ્ર ફડણવીસની સાથે સમયાંતરે ચિંગારી કોઇ ભડકે…ની જેમ ભાજપ સાથે તણખાં ઝારતા રહ્યાં છે…

તેમની સરકારે પણ અન્ય કેટલાક બિન-ભાજપી રાજ્યોની જેમ સીબીઆઇ પર “નો એન્ટ્રી” મૂકી છે…બંધારણમાં કે સીબીઆઇના કાયદામાં રહેલી કોઇ જોગવાઇનો ઉપયોગ કરીને બંગાળ સહિતના કેટલાક રાજ્યોએ પોતાની સંમતિ વગર સીબીઆઇએ જુના કેસો સિવાય નવા કેસોમાં પ્રવેશ કરવો નહીં..એવી જોગવાઇ કરી છે. કદાજ એટલે જ મુકેશભાઇના ઘરનીબહારનો એન્ટેલિયા કેસની તપાસ એનઆઇએ દ્વારા પોતાના હાથમાં લેવામાં આવી. કેમ કે તેને તો આ રાજ્યો ના પાડી શકે તેમ નથી. ભલે સીબીઆઇ તેમને પૂછ્યા વગર નહીં આવે પરંતુ ભારત સરકારની એક મહત્વની એજન્સી એનસીબીના વડાને, તારો પટ્ટો ઉતરાવી દઇશ…તને જેલમાં મોકલીશ અને તે પણ એક વર્ષની અંદર જ…એવી ધમકી રાજકારણમાં એક ખતરનાક ટ્રેન્ડ તરફ જાય છે..

આજદિન સુધી મમતાદીદીએ પણ કેન્દ્રીય એજન્સીના કોઇ વડાને આવી ભાષામા ધમકી આપી નથી. પોતાની સરકાર છે એટલે ભારત સરકારની એજન્સીના વડાને જેલમાં નાંખી દેવાની ધમકી એક મોટી ઘટના કહી શકાય. આજે એનસીબીના વડાને આવી ધમકી આપી કે મળી, કાલે સીબીઆઇ કે એનઆઇએના અધિકારીને જેલમાં નાંખી દેવાની ધમકીઓ મળ્યા કરશે તો સંવેદનશીલ મામલામાં ભારત સરકારની વિવિધ તપાસ એજન્સીઓ તપાસ કરશે કઇ રીતે..?

નવાબ મલિકને લાગે છે કે આર્યન કેસમાં કે અન્ય કોઇ કેસમાં એનસીબીના વાનખેડેએ સત્તાનો દુરૂપયોગ કર્યો કે ખોટા કેસો કરે છે.. કે ખોટા કેસો કર્યા છે તો અદાલતમાં જતાં તેમને કોણ રોકે છે..? ભારત સરકારને ફરિયાદ કરી શકે છે, રાજ્યપાલને કહી શકે કે ભારત સરકારનું ધ્યાન દોરી શકે. તેના બદલે શોભે નહીં એવી ભાષામાં વાત કરીને ધમકી આપવી, એ દર્શાવે છે કે નવાબ પોતાની કોઇ અંગત દુશ્મનાવટ તો કાઢી રહ્યાં નથી ને..? વાનખેડેએ નવાબના પડકારને ઝીલી લીધો છે અને ખુલાસો કર્યો કે તેઓ કાંઇ ખોટુ કરતાં નથી, નવાબની ચેલેન્જ સ્વીકાર્ય છે…!

કેટલાક રાજ્યો અને કેન્દ્રની તપાસ એજન્સીઓ વચ્ચેની આ તીખી નોંકઝોંક યોગ્ય નથી. બિન-ભાજપી રાજ્યોનું વલણ ખતરોં કે ખિલાડી… જેવુ છે. ક્યાંક સ્ટંટ કરતાં કરતાં ધ્યાન ચૂક્યા કે કોઇ ગરબડ થઇ તો ફડણવીસ ઠાકરેને કહેશે-જા રે જા ઓ હરજાઇ…બહોત લી અંગડાઇ.. આઘા ખસો અબ આઇ મેરી બારી….

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી