NCP ચીફ શરદ પવારની તબિયત લથડતાં હોસ્પિટલમાં કરાયા દાખલ, થશે સર્જરી

પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એનસીપી નેચા નવાબ મલિકે તેમના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રામણે શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની તપાસમાં ખ્યાલ આવ્યો છે કે, તેમના ગોલબ્લેડરમાં સમસ્યાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.

નવાબ મલિકે જણાવ્યું કે, હૉસ્પિટલ તરફથી સલાહ બાદ શરદ પવારને લોહી પાતળું કરનારી દવા પર રોક લગાવી દેવાઇ છે. ડૉક્ટરે સલાહ આપી છે કે 31 માર્ચ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. નવાબ મલિકે જણાવ્યું કે, એન્ડોસ્કોપી અને સર્જરી બાદ તેમને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવશે.

 34 ,  1