નાસિક : કારમાં આગ લાગતા જીવતા ભૂંજાયા NCP નેતા સંજય શિંદે, Video

કારમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, જીવતા હોમાયા NCP નેતા

NCP નેતા સંજય શિંદેનું નાસિકમાં કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તેમનું મોત થયું છે. કારમાં અચાનક આગ લાગતા NCP જીવતા કરામાં ફસાઇ ગયા હતા. અને દર્દનાક દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. સુત્રો મુજબ, પિંપલગામ બસવંત ટોલ પ્લાઝા નજીક કારમાં આગ લાગત જીવતા ભૂંજાઈ ગયા..

પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના મંગળવારે બપોરે પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે ઘટી. શિંદે ત્યારે કીટનાશક ખરીદવા માટે પિંપલગાવ જઈ રહ્યા હતાં. પોલીસે જણાવ્યું કે વાયરિંગમાં શોટ સર્કિટ થવાથી તેમની કારમાં આગ લાગી ગઈ. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આગ લાગ્યા બાદ સંજય શિંદેએ કાર રોકીને બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. કારણ કે કારના દરવાજા લોક થઈ ગયા હતાં. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમનું મૃત્યુ થયું.” અધિકારીએ એમ પણ જણાવ્યું કે “અમને કારની અંદરથી હેન્ડ સેનિટાઈઝરની એક બોટલ પણ મળી આવી છે અને અમને શક છે કે કદાચ આ કારણથી જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હશે. કારણ કે તે એક જ્વલનશીલ પદાર્થ છે.”

 72 ,  1