September 20, 2021
September 20, 2021

મરાઠા કિંગ શરદ પવારે ઇડીને લઇને કહ્યું કે….

હાલમાં કેન્દ્રીય એજન્સીઓમાં ઇડીનું નામ સૌના મોઢે રમતું છે કારણ કે,…

હાલમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં સીબીઆઇ કરતા ઇડી એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટનું નામ મોખરે છે. રાજકીય રીતે પણ તેનું નામ લગભગ તમામ મહત્વના રાજકારણીઓના મોઢે હશે. એક સમયે સીબીઆઇનું નામ સૌના મોઢે રહેતું હતું. પરંતુ હવે ઇડી સૌથી મોખરે છે. અને એના અંગે એનસીપીના સુપ્રીમો તથા એક સમયના વડાપ્રધાન પદના દાવેદાર મરાઠા કિંગ શરદ પવારે હળવી ટીપ્પણી કરી છે.

NCP નેતા શરદ પવારે ગુરૂવારે કોંગ્રેસ અંગે અનેક મહત્વની વાતો કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હવે નબળી પડી ગઈ છે. જોકે સાથે જ એમ પણ કહ્યું હતું કે, ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઈડી અને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપો અંગે પણ વાત કરી હતી. 

શરદ પવારે જણાવ્યું કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન અમુક રાજ્યોમાં અમુક ઘટનાઓ બની. પરંતુ હવે જે રીતે ઈડીનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેવું કદી નહોતું બન્યું. 4-5 વર્ષ પહેલા ઈડી શું હોય છે તે આપણને ખબર પણ નહોતી. ઈડી અંગે કદી ચર્ચા નથી થઈ. પહેલા વધુમાં વધુ એવું બનતું કે, કેસ સીબીઆઈ પાસે જશે પરંતુ તેનાથી વધારે કશું નહોતું. આ ઈડી શું છે? તે હવે ખબર પડી ગઈ છે. ઘણી વખત લોકોની ધરપકડ કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવે છે તે એજન્સીનો સ્પષ્ટપણે દુરૂપયોગ છે. 

શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંહના આરોપો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, એ પોલીસ કમિશ્નર હાલ સામે કેમ નથી આવી રહ્યો? મુદ્દો એ છે કે, જે અધિકારીએ કશું કર્યું છે તેને સાઈડમાં કરી દેવામાં આવ્યો છે અને તે અધિકારીની તપાસ કરવાના બદલે કેન્દ્ર સરકાર તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. આ વલણ ઘાતક છે.

સરકારની સ્થિરતા અંગે વાત કરતા શરદ પવારે કહ્યું કે, આ સરકારના અસ્થિર હોવાની કોઈ હદ નથી. વાસ્તવમાં આ બધા મુદ્દાના કારણે તે વધારે મજબૂત બની રહી છે. જે રીતે સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તેના વિરૂદ્ધ આપણે એક સાથે ઉભા રહેવું જોઈએ. 

 65 ,  1