તેજસ્વીના લાલટેનમાં તેજ યથાવત્, પણ સત્તાથી દૂર

NDAને મળ્યું બહુમત- હારવા છતા તેજસ્વી યાદવનું વધ્યું રાજકીય કદ

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે.

RJD બની સૌથી મોટી પાર્ટી

વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે. 

AIIMIMને મળી 5  બેઠકો

આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIIMIMને 5 બેઠકો, એલજેપી અને બસપાએ એક-એક બેઠક જીતી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત મેળવવામાં સફળ રહ્યો છે. 

પીએમ મોદીએ જનતાનો માન્યો આભાર

પીએમ મોદીએ ઉપરાઉપરી ટ્વીટ કરીને કહ્યું કે, “બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે. રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ, વંચિત, અને મહિલાઓએ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક નિર્ણય આપ્યો છે.” તેમણે કહ્યું કે “બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ  કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફક્ત અને ફક્ત વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ NDAના સુશાસને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે.” 

અમિત શાહે પણ કરી ટ્વીટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે ચૂંટણીમાં જનતાએ જે ઉત્સાહથી @narendramodi જી અને NDAની નીતિઓમાં સમર્થન જતાવ્યું તે અદભૂત છે. આ પરિણામે કોરોના વિરુદ્ધ મોદી સરકારની સફળ લડતમાં ગરીબો, મજૂરો, ખેડૂતો, અને યુવાઓનો વિશ્વાસ દેખાડે છે એટલું જ નહીં, પણ આ પરિણામ દેશને ગુમરાહ કરનારા માટે એક સબક છે. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે ચૂંટણી પરિણામ બાદ જણાવ્યુ હતુ કે, નીતિશ કુમાર એનડીએમાં સીએમ પદનો ચહેરો છે. જેથી તેઓ રાજ્યના આગામી મુખ્યપ્રધાન બનશે. ટુંક સમયમાં ધારાસભ્ય દળની બેઠક મળશે જેમી નીતિશ કુમારના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવશે..  મહત્વપૂર્ણ છે કે, બિહારમાં 243 બેઠક પર ત્રણ તબક્કામાં મતદાન થયુ. જેના પરિણામ મંગળવારે આવ્યા. અને વિધાનસભામાં બહુમતનો આંકડો 122 હોવાથી ફરીવાર નીતિશ સરકાર બનવાનો રસ્તો સાફ થયો છે.

કોરોનાના કારણે મતગણતરીમાં વિલંબ થઈ રહ્યો છે તેમ ચૂંટણી કમિશને અગાઉ જણાવ્યું હતું. કોરોનાના કારણે બિહાર વિધાનસભા ચૂંટણીનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને બૂથમાં મતદારોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હોવાથી અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં બુથની સંખ્યા વધારવામાં આવી હતી.

નોંધનીય છે કે, બિહારમાં મંગળવારે અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં આખરે NDAનો 125 બેઠકો સાથે વિજય થયો હતો અને રાજદના નેતૃત્વમાં મહાગઠબંધનનો 110 બેઠકો સાથે પરાજય થયો હતો. બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં અનેક ઉતાર-ચઢાવ પછી આખરે મોડી રાતે પરિણામો જાહેર થયા હતા. આ ચૂંટણીમાં વધુ એક વખત તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.મોટાભાગના એક્ઝિટ પોલે મહાગઠબંધનને સરકાર બનાવતા દર્શાવ્યો હતો, પરંતુ નીતિશુમારના નેતૃત્વમાં એનડીએએ વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં મહત્વની બાબત એ રહી હતી કે બે દાયકામાં પહેલી વખત ભાજપ એનડીએમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. બીજીબાજુ લાલુ પુત્ર તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર