એક અનુમાન, 275 બેઠકો સાથે NDAને ફરી મળશે સત્તા

દેશમાં આગામી ચૂંટણી બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર સત્તા પર આવશે. ચૂંટણીમાં એનડીએને આ વખતે 275 બેઠકો મળી શકે છે જ્યારે યુપીએના ખાતામાં 147 બેઠકો આવી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 121 બેઠકો મળવાનો અંદાજ છે. એક ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલમાં આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

ઓપિનિયન પોલ અનુસાર, દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 230 બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસને 97 બેઠકો મળી શકે છે. ટીએમસી 28, બીજેપીને 14. શિવસેનાના 13, સમાજવાદી પાર્ટી 15, બીએસપી 14, આરજેડી 8, જેડીયુ 9 અને અન્યને 115 બેઠકો પર જીત મળી શકે છે.

જો ગઠબંધનના હિસાબે આંકડાઓ પર નજર નાખવામાં આવે તો એનડીએને 275 અને યુપીએને 147 અને અન્યને 121 બેઠકો મળી શકે છે.

 117 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી