September 25, 2020
September 25, 2020

ચીનના પોકળ દાવાઓની ભારતે ખોલી પોલ, કહ્યું – LACના નિયમોનું ઉલ્લઘંન કરી, હવામાં કર્યું હતું ફાયરિંગ

ચીનના આરોપોને ભારતે નકાર્યા, કહ્યું – PLAએ ઘુસણખોરીનો કર્યો હતો પ્રયત્ન 

લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર LACની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે.

ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ રક્ષા મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી. પરંતુ ચીન LAC પર સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ચીનના સૈનિકોએ LAC પર હવામાં ફાયરિંગ કર્યું હતું.

ચીનના પોકળ દાવાઓની ભારતે પોલ ખૂલતા જણાવ્યું હતું કે, PLA સૈનિક LACની પર ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય સૈનિકોએ તેમને જવાનું કહ્યું તો તેઓએ ડરાવા માટે હવામાં કેટલીક ગોળીઓ ચલાવી હતી.

આ પહેલા, ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર