September 24, 2020
September 24, 2020

અમદાવાદ : દહેગામ સર્કલ નજીક PCBએ રાજસ્થાનથી લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો.. એકની ધરપકડ, એક ફરાર

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યાં છે. આ સ્થિતિમમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી અને રાજ્યમાં સૌથી વધુ માંગ અમદાવાદમાંથી જ હોય તેવી પણ સંભાવના છે. કારણ કે શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી.

ત્યારે સરદારનગર વિસ્તારમાં PCBએ દારૂ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. PCBની ટીમે રાજકોટ પાસિંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી રોકી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.

ઘટનાની વિગત મુજબ, રાજસ્થાનથી કારમાં દારૂ લવાતો હોવાની PCBને બાતમી મળી હતી. બાતમી મળતા PCBએ દહેગામ રિંગ રોડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.જો કે કારચાલકે કાર રોકી ન હતી. PCBની ટીમે કારનો પીછો કર્યો હતો. પોલીસે કારને ઝડપી પાડી હતી પરંતુ કારચાલક ભાગી ગયો હતો. જોકે સરદાર નગરનો રહેવાસી એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે અશોક ઉર્ફે ધનધન મૌર્યને ઝડપી લીધો હતો. કારમાંથી 1344 નંગ દારૂના ક્વાર્ટર રૂ. 1.54 લાખના, 240 બિયરની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત 6.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 174 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર