NEET-PG સુપર સ્પેશિયાલિટી પરીક્ષા જૂની પેટર્ન પ્રમાણે જ લેવાશે

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂકી કેન્દ્ર સરકાર

સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે NEET સુપરસ્પેશિયાલિટી DM પરીક્ષા પેટર્નમાં આ વર્ષે કોઈ ફેરફાર થશે નહીં. આ પરીક્ષા માત્ર જૂની પેટર્ન પર લેવામાં આવશે. કેન્દ્ર અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે આ વર્ષે NEET સુપર સ્પેશિયાલિટી પરીક્ષા જૂની પેટર્ન મુજબ લેવામાં આવશે. નવી પેટર્ન આવતા વર્ષથી લાગુ થશે.

આ પહેલા નેશનલ બોર્ડ ઓફ એગ્ઝામિનેશને જણાવ્યું હતું કે દેશભરમાં મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયલિટી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા ટાળી દેવામાં આવે. આ પરિક્ષા હવે નવેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં થશે. સાથે એનબીસીને એસસીએ નવી પેટનને પરવાનગી આપવા અને ઉમેદવારોને સમય આપવાને લઈને પરિક્ષા જાન્યુઆરી સુધી ટાળવાનો આગ્રહ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેટલાક વિદ્યાર્થીઓએ NEET-SS એગ્ઝામમં પેટર્ન બદલવા પર વાંધો ઉઠાવ્યો હતો અને એગ્ઝામ રદ્દ કરવાની માંગ કરી હતી. જેને પગલે કોર્ટે કેન્દ્રને વિચાર કરવાનું કહ્યું હતુ. જેથી હવે એક્ઝામ નવેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં થશે જેથી વિદ્યાર્થીઓને નવી પેટન હેઠળ તૈયારી કરવાની તક મળી જશે.

NEET-SS 2021ની પરિક્ષા પેટર્નને લઈને એનબીઈ દ્વારા જાહેર અચાનક છેલ્લી ઘડીના ફેરફારને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આરોપ હતો કે NEET-SSના પ્રશ્ન પેટર્ન ફક્ત એ લોકોન પક્ષમાં બદલી દેવામાં આવ્યા છે જેમણે અન્ય વિષયની કિંમત પર સામાન્ય ચિકિત્સામાં સ્નાતકોત્તર કર્યુ છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી